ક્રાઇમ:માછલી આપવાની લાલચ આપી બાળકી પર દુષ્કર્મ, મોટા માંડવડાનો શખ્સ ફોસલાવી ઘરે લઇ ગયો

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમરેલી તાલુકાના મોટા માંડવડામાં રહેતી એક આઠ વર્ષની બાળકીને અહીં રહેતો એક શખ્સ માછલી આપવાની લાલચ આપી પોતાના ઘરે લઇ જઇ તેના પર દુષ્કર્મ ગુજારતા આ બારામાં બાળકીના પિતાએ અમરેલી તાલુકા પેાલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકી પર દુષ્કર્મ ગુજાર્યાની આ ઘટના અમરેલી તાલુકાના મોટા માંડવડામાં બની હતી. અહીં રહેતી આઠ વર્ષની બાળકીને અરવિંદ મુળજી શિરોયા નામનો શખ્સ તારીખ 20/11ના રોજ બપોરના પોણા ચારેક વાગ્યા આસપાસ માછલી આપવાની લાલચ આપી ફોસલાવી તેના ઘરે લઇ ગયો હતો.

આ નરાધમ શખ્સે બાળકી સાથે જાતીય અડપલાં કર્યાં હતા અને દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં બાળકીએ પરિવારને સઘળી હકીકત જણાવતા આ બારામાં બાળકીના પિતાએ આ શખ્સ સામે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ પી.બી.લક્કડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...