વિવાદ:સાડી પહેરવી પડતી હોઇ યુવતીને સાસરે જવું ન હતું

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના બે માસના સમયમાં જ મહિલા રીતિ રિવાજથી કંટાળી હતી
  • 181ની ટીમે પતિ-પત્ની વચ્ચે સુલેહ કરાવી યુવતીને સાસરે મોકલી

લીલીયામાં 20 વર્ષીય યુવતીના લગ્ન થયાના બે માસ વીત્યા હતા. તેવા સમયે જ યુવતી સાસરીયાના રીતિ રિવાજથી કંટાળી ગય હતી. અને સાસરે જવાની ના પાડી દીધી હતી. ત્યારે 181ની ટીમે પતિ - પત્ની વચ્ચે સુલેહ કરાવી યુવતીને સાસરે મોકલી આપી હતી. અમરેલી 181ની ટીમને લીલીયાની એક 20 વર્ષીય યુવતીએ ફોનમાં જણાવ્યું હતું કે મારે પતિ સાથે નથી જવું અને પરિવારજનો ધરાર મોકલે છે. તમે આવીને પરિવારને સમજાવો, ત્યારે 181ની ટીમ લીલીયા પહોંચી અને યુવતી સાથે પરામર્શ કરી હતી.

અહીં જાણવા મળ્યું હતું કે યુવતીના લગ્ન થયાને બે માસ જેટલો સમય વીત્યો છે. નાની ઉંમરમાં લગ્ન થતા ઘર પરિવારના રીતિ રિવાજોની જવાબદારી ન સમજાતી હતી. તેમજ યુવતીને સાડી પહેરીને માથે ઓઢવાનું ફાવતું ન હતું. જેના કારણે યુવતી કંટાળી ગઇ હતી. અને સાસરીયે જવાની ના પાડતી હતી. અંતે 181એ યુવતીને સમજણ આપી હતી. તેમજ પતિ - પત્ની વચ્ચે પરામર્શ કરી બંને વચ્ચે સુલેહ કરાવી હતી. જે બાદ યુવતી સાસરીયે જવા તૈયાર થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...