ચાંદલાની રકમ સમિતિને અર્પણ:કુંડલાનો ગિરાસદાર પરિવાર લગ્નમાં મળેલ ચાંદલાની રકમ જ્ઞાતિના ઉત્કર્ષ માટે વાપરશે

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાયરાના ઘોળની રકમ પણ કાઠી દરબાર શિક્ષણ સમિતિને અર્પણ કરાશે

સાવરકુંડલાના ગિરાસદાર કાઠી પરિવાર દ્વારા પુત્રના લગ્ન પ્રસંગે મળનારી ચાંદલાની રકમ તથા લોકડાયરામા ઘોળમા એકઠી થનારી રકમ કાઠી દરબાર શિક્ષણ સમિતિને આપી સમાજના છાત્રોને ઉપયોગી થવાનો પ્રેરણારૂપ નિર્ણય લેવામા આવ્યો છે.

સાવરકુંડલામા સુર્યોદય પરિવારથી જાણિતા અને શૈક્ષણિક સંસ્થાઓ તથા પેટ્રોલીયમ વ્યવસાય સાથે સંકળાયેલા કાઠી પરિવારના ભગીરથસિંહના લગ્ન ચાલુ માસે યોજાવાના છે. ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ વરરાજાના સ્વયં સેવક ભાઇઓ, મિત્રો ઘોડેસવારોના કાફલા સાથે શહેરમા રજવાડી બગી સાથે નીકળશે. ઉંટ, હાથી વિગેરે સાથેનો કાફલો જોવા કાયમ લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે આ પરિવારે આવનારા લગ્ન પ્રસંગે ચાંદલાની રકમ તથા લગ્ન નિમીતે યોજાનારા લોકડાયરામા સ્ટેજ પર કલાકારો ઉપર કરવામા આવતા ઘોળની તમામ રકમ સત્કાર્યમા વાપરવા નિર્ણય કર્યો છે.

ગાંધીનગરની કાઠી દરબાર શિક્ષણ સમિતિ કાઠી સમાજના તેજસ્વી બાળકો કે જેઓ છેવાડાના વિસ્તારમા રહે છે અને અપુરતી સુવિધા અને યોગ્ય માર્ગદર્શનના અભાવે સ્પર્ધાત્મક પરીક્ષામા સફળ થતા નથી. તેમની જિલ્લાવાઇઝ ટેસ્ટ લઇ પસંદ કર્યા બાદ રહેવા જમવા સહિતની તમામ સુવિધા વિનામુલ્યે પુરી પાડે છે.

આ પરિવારે ઘોળની રકમ તથા ચાંદલાની રકમ આ સમિતિને વિદ્યા દાન રૂપે અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ પણ પરિવારના બે દીકરાના લગ્ન વખતે ચાંદલાની રકમ વિધવા, ત્યકતા, નિરાધાર બહેનોના બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે વાપરી હતી.

કારજ પણ બંધ રાખી રકમ ભેટ આપી હતી
આ પરિવારના નિવૃત પીઆઇ બી.એ.ખુમાણના અવસાન સમયે બેસણુ, લૌકિક, દશાનુ જમણ, કારજનુ જમણ વિગેરે રીવાજો બંધ રાખી બચાવેલી રકમ શાળામા મીનરલ વોટર અને કુલર પ્લાન્ટ માટે ભેટ આપી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...