પાણીની જાવક:રાયડી અને ધાતરવડી ડેમ ફરી છલકાતા દરવાજા ખોલાયા

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધારી નજીકના ખોડીયાર ડેમમાં પણ પાણીની ભરપૂર આવક

અમરેલી જિલ્લાના વડી ડેમને બાદ કરતાં તમામ જળાશયો છલકાઈ ચૂક્યા છે. ત્યારે વધુ વરસાદને પગલે ડેમોમાં પાણીની આવક સતત ચાલુ છે. આજે ખાંભા પંથકમાં વરસાદને પગલે રાયડી ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ડેમના ત્રણ દરવાજા એક ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા.

હેઠવાસના હિંડોરણા, વડ, છતડીયા, ખાખબાઈ વિગેરે ગામના લોકોને સાવચેત કરાયા છે
હેઠવાસના મોટા બારમણ, નાના બારમણ, ચોત્રા, તાતણીયા, નાગેશ્રી, મીઠાપુર વિગેરે ગામના લોકોને સાવચેત રહેવા સુચના અપાઇ હતી. આવી જ રીતે રાજુલા પંથકમાં પડેલા વરસાદના કારણે ધાતરવડી નદી બે કાંઠે વહેતા રાજુલા નજીક આવેલો ધાતરવડી બે ડેમ ફરી ઓવરફલો થયો હતો. જેને પગલે ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા હતા. હેઠવાસના હિંડોરણા, વડ, છતડીયા, ખાખબાઈ વિગેરે ગામના લોકોને સાવચેત કરાયા છે. ધારી નજીક આવેલા ખોડિયાર ડેમમાં પણ મોડી સાંજે પાણીની મોટી આવક જોવા મળી હતી. જેના પગલે આ ડેમના દરવાજા પણ ગમે ત્યારે ખોલવા પડે તેવી સ્થિતિ હતી. પાણીની સતત આવકના પગલે ખોડિયાર ડેમના બે દરવાજા અેક અેક ફુટ ખોલવામા આવ્યા હતા. જયારે અમરેલી નજીકના ઠેબી ડેમના ત્રણ દરવાજા અેક અેક ફુટ ખોલાયા હતા. તો બીજી તરફ બગસરા નજીકનો મુંજીયાસર ડેમ દોઢ ફુટથી આેવરફલો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...