તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં અનોખું રેલવે ફાટક:ટ્રેન પસાર ન થતી હોવા છતાં પણ ફાટક બંધ કરાય છે

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં રેલવેના જડ નિયમ સામે વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. - Divya Bhaskar
અમરેલીમાં રેલવેના જડ નિયમ સામે વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે.
  • એક વર્ષ બાદ અમરેલીમાં ટ્રેન શરૂ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ શરૂ

અમરેલીના લાઠી રોડ પર રેલવે ફાટક પરથી ટ્રેન પસાર થતી ન હોવા છતાં પણ ફાટક બંધ કરવામાં આવે છે. જેના કારણે વાહન ચાલકોને ધોમધખતા તડકામાં ફાટક ખુલવાની રાહ જોવી પડે છે. અમરેલી રેલવે સ્ટેશન પર એક વર્ષ બાદ ટ્રેન વ્યવહાર શરૂ થતા જ વાહન ચાલકોની પારાવાર મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે. અમરેલીમાં રેલવેના જડ નિયમો સામે લોકોમાં રોષ ફેલાયો છે.

અમરેલીના લાઠી રોડ પર રેલવે સ્ટેશનથી થોડા અંતરે રેલવે ફાટક આવેલુ છે. અહીંથી ખીજડીયા તરફ ટ્રેન જતી હતી. અહીં થોડા વર્ષથી ફાટક પરથી એક પણ ટ્રેન પસાર થતી નથી. પણ જ્યારે અમરેલી રેલવે સ્ટેશન પર ટ્રેન આવવાનો સમય થાય ત્યારે લાઠી રોડ પર આવેલ ફાટક બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે અહીં વાહન વ્યવહાર થંભી જાય છે. અને વાહન ચાલકોને ધોમધખતા તાપમા ઉભુ રહેવું પડે છે. અમરેલી રેલવે સ્ટેશન પર કોરોના મહામારીમાં એક વર્ષ બાદ માત્ર એક ટ્રેન શરૂ કરાઇ છે. અહીં અગાઉ સ્ટેશન પર 4 ટ્રેન આવતી હતી. તેવા સમયે લાઠી રોડ પર કોઈ કારણ વગર ફાટક ચાર વખત બંધ થતું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો