તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિધન:અમરેલીના સાંસદ નારણ કાછડીયાના પત્નીનું અવસાન, સાંજે અંતિમ વિધિ કરાશે

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટીદાર સમાજ અને પરિવારમાં ભારે શોકનો માહોલ

અમરેલીના સાંસદ નારણ કાછડીયાના પત્ની મુકતાબેનનું આજે વહેલી સવારે નિધન થયું છે. ઘરમા પડી જતાં તેમનું અવસાન થયું હતું. મુકતાબેનના નિધનના સમાચાર મળતા જ કાછડીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સદગતની અંતિમ વિધિ આજે સાંજે કરવામાં આવશે.

સાંસદ નારણ કાછડીયા પાટીદાર અગ્રણી છે. તેમના પત્નીના નિધનના સમાચારથી અમરેલી જિલ્લાના પાટીદાર સમાજમાં અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે. અનેક અગ્રણીએ તેમના નિવાસ્થાને પહોંચ્યા છે અને નારણભાઈને સાંત્વના પાઠવી રહ્યાં છે. આજે સાંજે 5 વાગ્યે તેમના નિવાસ્થાને અંતિમ વિધિ કરવામાં આવનારી છે. જ્ઞાતિના અગ્રણીઓ અને જિલ્લાના રાજકીય આગેવાનો શ્રદ્ધાંજલિ અર્પિત કરવા પહોંચી રહ્યાં છે.

સાંસદના પત્નીના નિધનથી જિલ્લા ભાજપમાં પણ શોક છવાયો
સાંસદના પત્ની મુક્તાબેનના નિધનના સમાચારથી અમરેલી જિલ્લા ભાજપમાં શોક છવાયો છે. ભાજપના કાર્યકરો અને મોટા નેતાઓ સાંસદના નિવાસ્થાને પહોંચ્યા છે અને આ દુઃખની ઘડીમાં સહભાગી થયા છે.

અન્ય સમાચારો પણ છે...