• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • The Former MLA Said, "Don't Be Afraid Of Anyone's Father. I Am Sitting. Threatening People Have Come Out. I Will Kill Them."

પ્રચારની ગરમી:પૂર્વ ધારાસભ્યએ કહ્યું કાેઇના બાપથી બીતા નહી હું બેઠાે છું, ધાકધમકી આપનારા નીકળ્યાં છે, તેના હું ડબ્બા ગુલ કરીશ

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પ્રચારની ગરમી ચરમસીમાં પર

અમરેલી જિલ્લામા વિધાનસભાની ચુંટણી માટે ભાજપ કોંગ્રેસ અને આપ એમ ત્રણેય વચ્ચે ખરેખરનુ પ્રચાર યુધ્ધ જામ્યુ છે તેમ વાતાવરણમા પણ ગરમાવો આવી રહ્યો છે. જાફરાબાદના પુર્વ ધારાસભ્ય હિરા સોલંકીએ અહી કાર્યાલયના ઉદ્દઘાન પ્રસંગે પોતાના પક્ષના કાર્યકરોને એવુ કહ્યું હતુ કે કોઇના બાપથી બીતા નહી, હિરા સોલંકી અહીયા બેઠો છે.

રાજુલા જાફરાબાદ તાલુકામા ભાજપ અને કોંગ્રેસ એમ બંનેએ એડીચોટીનુ જોર લગાવ્યું છે. કાર્યકરોની ખેંચતાણ પણ ચાલી રહી છે. શામ, દામ, દંડ, ભેદ એમ તમામ રીતરસમો બંને પક્ષ દ્વારા અજમાવાઇ રહી છે. ત્યારે પોતાના કાર્યકરોને કોઇ ધાકધમકી મળે તો ડરે નહી તે માટે જાફરાબાદના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે તેમણે એવુ કહ્યું હતુ કે કોઇનાથી ડરતા નહી, અહી જે ધાકધમકી આપનારાઓ નીકળ્યાં છે .

બધા તે બધાના હું ડબ્બા ગુલ કરી દેવાનો છું. જે પ્રકારે એ લોકો માહોલ ડહોળવા નીકળ્યા છે તેનુ સમાજે ધ્યાન રાખવુ પડશે. તમે ખાલી જાફરાબાદનુ સાચવી લેજો. બાકી બધુ મારા પર મુકી દો. માહોલ બગાડવાના જે પ્રયત્ન કરતા હોય તેને કરવો દેજો. ઇલેકશન પછી એ છે ને હું છું. જો કે આ ધાકધમકી કોના દ્વારા અપાઇ રહી છે અને કોને અપાઇ રહી છે તેનો તેમણે કોઇ ઉલ્લેખ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...