ક્રાઈમ:અગાઉનું મનદુ: ખ રાખી યુવક પર તલવારથી હુમલાે

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા તાલુકાના કાતર ગામનો બનાવ
  • બાેલાચાલી કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાે

રાજુલા તાલુકાના કાતર ગામે રહેતા અેક યુવકને જુનુ મનદુખ રાખી અહી જ રહેતા બે શખ્સાેઅે તેના પર તલવાર વડે હુમલાે કરી ઇજા પહાેંચાડી હતી. તેમજ ગાળાે અાપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા તેની સામે રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવાઇ છે. અહી રહેતા કમલેશભાઇ રાજાભાઇ જાેગદીયાઅે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ઘરની સામે રહેતા જયસુખ ટપુભાઇ બારૈયા તેમજ ટપુ ભાવભાઇ બારૈયા નામના શખ્સાેઅે જુનુ મનદુખ રાખી તેના કાકા સાેમાતભાઇ નાનજીભાઇ જાેગદીયા સાથે બાેલાચાલી કરી હતી. બંને શખ્સાેઅે તલવાર વડે હુમલાે કરી ઇજા પહાેંચાડી હતી. તેમજ ગાળાે અાપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...