તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • The Formation Of The Seat, After Receiving An Anonymous Application For The Murder Of A Young Man, Led To The Death Of A Young Man Three Years Ago

કાર્યવાહી:યુવકની હત્યાની નનામી અરજી મળતાં સીટની રચના, સરંભડાના યુવાનનું ત્રણ વર્ષ પહેલા મોત થયું હતું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારી નજીક ફાર્મ હાઉસમાં હત્યા કરાયા અંગે તપાસ થશે

અમરેલી તાલુકાના સરંભડા ગામના યુવાનનુ ત્રણ વર્ષ પહેલા મોત થયા બાદ આ યુવકની અહીના કુખ્યાત શખ્સોએ ધારી નજીકના ફાર્મ હાઉસમા હત્યા કર્યા અંગે જિલ્લા પોલીસવડાને નનામી અરજી મળ્યાં બાદ આ અંગે પોલીસવડાએ સીટની રચના કરી તપાસ શરૂ કરાવી છે. નનામી અરજીના આધારે ખાસ ટુકડી દ્વારા તપાસની પ્રથમ ઘટના છે.

કોઇ યુવકની હત્યા થાય અને ખુંખાર શખ્સોના ડરના આધારે તેના વાલીઓ હત્યા અંગે ફરિયાદ કરવા આગળ ન આવે છતા પોલીસ નનામી અરજીના આધારે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવી તપાસ શરૂ કરે તેવુ અમરેલી પંથકમા પ્રથમ વખત બન્યું છે. જિલ્લા પોલીસવડાને આ હત્યા અંગે નનામી અરજી મળી હતી. જેમા જણાવાયું હતુ કે અમરેલી તાલુકાના સરંભડા ગામના હાર્દિક ભરતભાઇ સાવલીયા નામના યુવકને ગામની જ એક દીકરી કે જે હાલમા મુંબઇ ખાતે સાસરે છે. તેની સાથે સુરતમા લગ્ન પ્રસંગ દરમિયાન ફોન નંબરની આપ-લે થઇ હતી. બાદમા બંને વચ્ચે એસએમએસની આપ-લે થતી હતી. જેની જાણ યુવતીના સંબંધી રાજુ શેખવાને થઇ હતી. આ વિસ્તારમા હત્યા સહિત અનેક ગુનામા સંડોવાયેલ કુખ્યાત રાજુ શેખવાએ હાર્દિકના પિતા ભરતભાઇને ત્રણેક વર્ષ પહેલા તેના દીકરાને લઇને અમરેલી લઇ આવવા કહ્યું હતુ.

રાજુ શેખવાની ધાકના કારણે ભરતભાઇ તથા તેના મોટાભાઇ હાર્દિકને લઇ તારીખ 2/4/17ના રોજ અમરેલી આવ્યા હતા અને સર્કિટ હાઉસમા રોકાયા હતા. રાત્રે હાર્દિકને રાજુ શેખવા અને તેના માણસો ધારી નજીક એક ફાર્મ હાઉસમા લઇ જઇ તેની હત્યા કરી હતી. અને સવારે હાર્દિકની લાશ તેના પિતાને સોંપી હતી. આ શખ્સે પોલીસ ફરિયાદ કરશો તો આખા ખાનદાનને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેને પગલે આ પરિવારે તારીખ 3/4ના રોજ હાર્દિકની લાશ સુરત ખાતે લઇ જઇ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. અરજીમા આ બાબતે તપાસ કરવા પોલીસવડાને વિનંતી કરાઇ હતી. અરજીમા રહેલી માહિતી અંગે તપાસ કરતા સંપુર્ણ સાચી હોવાની શકયતા લાગતી હોય અને ગુનો બનતો હોય તો દાખલ કરી આગળ તપાસ કરવાની જરૂરીયાત લાગતા જિલ્લા પોલીસવડાએ આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી છે. આ ટીમ જરૂરી મહત્વના સાયન્ટીફિક અને સાંયોગિક પુરાવાઓ એકત્રિત કરશે. અને તપાસનો રીપોર્ટ જિલ્લા પોલીસવડાને આપશે. બાદમા આગળની કાર્યવાહી કરાશે.

રાજુ શેખવાના માણસોએ સુરત સુધી પીછો કર્યો
નનામી અરજીમા એમપણ જણાવાયું હતુ કે હાર્દિકની લાશને અંતિમ સંસ્કાર માટે અમરેલીથી સુરત લઇ જવાઇ ત્યારે રાજુ શેખવાના માણસોએ તેનો સુરત સુધી પીછો કર્યો હતો. હાર્દિકની હત્યા રાજુ શેખવા અને તેના માણસોએ કર્યાની રજુઆત થઇ છે.

અગાઉ પણ 3 હત્યામાં છે રાજુ શેખવાની સંડોવણી
અત્રે ઉલ્લેખનીય છે કે રાજુ શેખવા અગાઉ પણ હત્યાના ત્રણ ગુનામા સંડોવાઇ ચુકયો છે. અમરેલી બગસરા રોડ પર ટીંબલા નજીક ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નિવૃત મેનેજર અને અમદાવાદના વેપારીની હત્યામા પણ તેની સંડોવણી ખુલી હતી. હવે વધુ એક હત્યા અંગે તેની સામે તપાસ શરૂ થઇ છે.

સીટમાં કોનો કોનો સમાવેશ ?
ખાસ તપાસ ટીમમા મદદનીશ પોલીસ અધિક્ષક અભય સોની, સહાયક તપાસ અધિકારી એલસીબી પીઆઇ આર.કે.કરમટા, એસઓજી પીએસઆઇ એમ.એ.મોરી, ધારીના પીએસઆઇ એન.એ.વાઘેલા, ચલાલાના પીએસઆઇ પી.બી.લક્કડની નિમણુંક કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો