માનવતા:લાઠી શહેરમાં ઉત્તરાયણના પર્વે વન વિભાગ ઘાયલ પક્ષીની સારવાર કરશે

લાઠી, અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 9000 જેટલા પક્ષી ઘાયલ થયા હતા અને 750 પક્ષીના મોત થયા હતાં

લાઠીમાં ઉત્તરાયણના પર્વ પર વન વિભાગ ઘાયલ પક્ષીઓની સારવાર કરશે. ગત વર્ષે ઉત્તરાયણના પર્વ પર 9000 જેટલા પક્ષીઓ ઘાયલ થયા હતા. અને 750 પક્ષી ગંભીર રીતના ઘાયલ થતા તેમનું મોત થયું હતું. વન વિભાગે લોકોને સવાર- સાંજ પતંગ ન ઉડાવવા અપીલ કરી હતી.ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આવા સમયે પણ જિલ્લામાં ઘાયલ પક્ષીઓની મદદ અનેક સંસ્થા મદદે આવતી હોય છે. સાવરકુંડલામાં પણ ઉત્તરાયણના પર્વ પર ઘાયલ પક્ષીની સારવાર કરાશે. ત્યારે હવે લાઠીમાં પણ અમરેલી સામાજીક વનીકરણ પક્ષીઓની મદદે કરશે. જેના માટે વન વિભાગે તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે.

વન વિભાગે ઉત્તરાયણના પર્વ પર લોકોને સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ નહી ઉડાવવા, પતંગ ચગાવવા ચાઈનીઝ તથા કાચની દોરીનો ઉપયોગ ન કરવા, કોઈ પણ વ્યક્તિ જો ચાઈનીઝ દોરી વેચાતો માલુમ પડે તો પોલીસ અથવા વન વિભાગને જાણ કરવા, જો કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલીક નજીકના પક્ષી સારવાર કોન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી. તેમજ લોકોને ઘાયલ પક્ષી જોવા મળે તો 83200-02000 પર સંપર્ક કરવા વન વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...