• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • The Forest Department Caged The Lion And Lioness For 22 Hours After They Mauled The Farm Laborer In The Small Border Of Khambha In Amreli.

રેસ્ક્યૂ ઓપરેશન:અમરેલીના ખાંભાના નાની ધારીમાં ખેતમજૂરને ફાડી ખાધા બાદ વનવિભાગે 22 કલાકે સિંહ-સિંહણને પાંજરે પૂર્યા

અમરેલી24 દિવસ પહેલા
  • સરસરિયા,ખાંભા તુલસી શ્યામ ધારીની કુલ 3 રેન્જના અધિકારીઓ કર્મચારીઓની ટીમ કામે લાગી હતી

અમરેલી જિલ્લામા તારીખ 23ની સાંજે પરપ્રાંતીય ખેત મજૂર પોતાની વાડી વિસ્તારમાંથી કેડી જેવા રસ્તા ઉપરથી ઘરે જઈ રહ્યો હતો તે દરમ્યાન નજીક આશરે 10 ફૂટ દૂર વાડી વિસ્તાર સિંહ-સિંહણ હતા. આ પરપ્રાંતીય મજૂરને ખબર પણ ન હતી અહીં સિંહ-સિંહણ છે. અચાનક સિંહ આવી જતા ભાગવાનો સમય પણ આ મજૂર ને ન મળ્યો. ત્યારબાદ સ્થાનિક વનકર્મીઓને સમાચાર મળ્યા અને ત્યારબાદ રેન્જ ફોરેસ્ટર ઓફિસર દ્વારા ધારી ગીર પૂર્વના DCF રાજદીપ સિંહ ઝાલાને જાણ કરવામાં આવતા ઘટનાની પ્રથમ ત્રણ રેન્જના અધિકારીઓ કર્મચારીઓને બનાવ સ્થળે પહોંચાડી સિંહ-સિંહણના લોકેશન મેળવવા કાર્યવાહી શરૂ કરાઇ હતી.

મેગા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું
સિંહોને રેસ્કયુ કરવા માટે મેગા ઓપરેશન રાતે 8 વાગે શરૂ કર્યું હતું. જેમાં મધરાતે 2થી 4ના ગાળામા પ્રથમ સિંહને બેભાન કરી પાંજરે પુરી દીધો, ત્યારબાદ બીજા દિવસે ઓપરેશન ચાલ્યું અને 24 તારીખે 5 થી 6 વાગ્યાની વચ્ચે એજ વિસ્તારમાં મોટા રિંગ પાંજરા ગોઠવીને સિંહણને પાંજરે પુરી દીધી. રેસ્ક્યૂ ઓપરેશનમાં વનવિભાગના 30 કર્મચારીઓ જોડાયા હતા.

નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો?
આ ઘટનામાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. જ્યારે સિંહ છછેડાયો હોય અથવા ચોક્કસ કારણ વગર ભાગ્યે જ ઘટના સામે આવતી હોય તેવી વાત છે. જ્યારે અહીં વનવિભાગના ટ્રેકરો દ્વારા સિંહ દર્શન કરી પજવણી કરાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ મુદ્દે કોઈએ સત્તાવાર રીતે પુષ્ટિ આપી નથી. પરંતુ આ દિશામાં વનવિભાગ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક ખેત મજૂર અને સિંહ-સિંહણ વચ્ચે કોઈ બનાવ બન્યો નથી. ત્યારે અચાનક કેમ આ હુમલો થયો તે દિશામાં તપાસ ચાલી રહી છે અને વનવિભાગના નિવૃત સિનિયર અધિકારીઓ પણ માની રહ્યા છે સામાન્ય રીતે કોઈ કારણો વગર સિંહ હુમલાનો પ્રયાસ કરતો નથી આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...