આયોજન:પીપાવાવના રણછાેડરાય મંદિર ખાતે કાેળી સમાજ દ્વારા ધ્વજા ચઢાવાઇ

અમરેલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ તાલુકામાંથી કાેળી સમાજના ભાવિકાે ઉમટયા, પ્રસાદનું આયોજન કરાયું હતું

રાજુલાના પીપાવાવ ખાતે અાવેલ સુપ્રસિધ્ધ રણછાેડરાયજી મંદિર ખાતે અાજે કાેળી સમાજ દ્વારા ધ્વજારાેહણનાે કાર્યક્રમ યાેજાયાે હતાે. જેમા માેટી સંખ્યામા અાસપાસના વિસ્તારમાથી કાેળી સમાજના લાેકાે ઉપસ્થિત રહ્યાં હતા. રાજુલા નજીકના પીપાવાવમા રણછાેડરાયજી મહારાજ બિરાજમાન છે. અને અા વિસ્તારમા અા મંદિર અાસ્થાનુ કેન્દ્ર છે.

અાજે અહી રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના કાેળી સમાજ દ્વારા અહી ધ્વજારાેહણ કાર્યક્રમનુ અાયાેજન કરવામા અાવ્યું હતુ. જેમા માેટી સંખ્યામા કાેળી સમાજના ભાઇ બહેનાે ઉપસ્થિત રહ્યાં હતા. અહી જય રણછાેડ માખણ ચાેરના નાદ સાથે ભાવિકાેઅે ધ્વજા ચડાવી હતી. બાદમા ભાવિકાેઅે પ્રસાદ લીધાે હતાે.

અા પ્રસંગે કાેળી સમાજના ગુજરાત પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સાેલંકી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. અા તકે મહેશબાપેુ, દિનેશબાપુ, દિવ્યેશભાઇ સાેલંકી, રાજુભાઇ બાંભણીયા, હિમતભાઇ, રાજાભાઇ, બાબુભાઇ, કમલેશભાઇ, જાદવભાઇ, ગાેપાલભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...