ગીરપુર્વમા જસાધાર, ચીખલકુબા, કોઠારીયા, ઘોડાવડી અને ટીંબરવા એમ પાંચ ગામ વન વસાહતી ગામ છે. ડાલામથ્થા સાવજોની વચ્ચે અહી 1936 લોકો વસવાટ કરી રહ્યાં છે. આ ગામના લોકોનો આધાર પશુધન અને ખેતી પર નિર્ભર છે. પાંચેય ગામમા કુલ 1259 માલઢોર છે. તો આ ગામોમા 130 ખેડૂત ખાતેદારો પણ છે.
જે પોતાની ખેતીની જમીનમા બાજરી, ઘઉં, શીંગ વિગેરે પાકનુ વાવેતર પણ કરે છે. આ ગામના લોકોને જન્મ-મરણનો દાખલો વનતંત્ર જ આપી શકે છે. કારણ કે આ ગામ વન વસાહતી છે. અહી વનતંત્ર દ્વારા જ ગામ લોકોને સુવિધા પુરી પાડવામા આવી રહી છે. હાલ અહી સોલાર, પીવાના પાણી માટેના બોર, વિજળી વિગેરેની સુવિધા લોકોને મળી રહી છે.
અહીના લોકો આસપાસના ગામમા સસ્તા અનાજની દુકાનેથી અનાજનો જથ્થો પણ મેળવે છે. ગીરપુર્વના ડીએફઓ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે પાંચ વન વસાહતી ગામના લોકોને હાલ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા મળી રહી છે. જો કે આ ગામોને રેવન્યુમા કન્વર્ટ કરવા કામગીરી આગળ ધપી રહી છે. વનવિભાગની જેટલી જમીન ઓછી થશે તેટલી મળશે. જો કે હજુ કામગીરી લાંબી ચાલશે.
કયા ગામમાં કેટલી વસતિ ? | |
જસાધાર | 596 |
ચીખલકુબા | 433 |
કોઠારીયા | 285 |
ઘોડાવડી | 394 |
ટીંબરવા | 228 |
કુલ | 1936 |
કયા વન વસાહતી ગામમાં કેટલા ખેડૂત?
અહીના જસાધારમા 30 ખેડૂત, ચીખલકુબામા 23, કોઠારીયામા 31, ઘોડાવડીમા 36 તેમજ ટીંબરવામા 10 ખેડૂતો મળી કુલ 130 ખેડૂતો ખેતી થકી ઉપજ મેળવી પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યાં છે.
ઘોડાવડીમાં જયોતિગ્રામ માટે દરખાસ્ત
હાલ ઘોડાવડીમા લોકોને 8 કલાક વિજળી મળી રહી છે. જો કે અહી 24 કલાક વિજળી મળે તે માટે વિજતંત્રએ દરખાસ્ત મુકી છે. વનતંત્ર દ્વારા પણ ફોરેસ્ટ કર્ન્ઝવેટર એકટ હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરી છે. ટુંકાગાળામા અહી લોકોને 24 કલાક વિજ પુરવઠો મળતો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.