ઉજવણી:ઉમંગ, ઉલ્લાસ સાથે ઉજવાશે પ્રકાશનું પર્વ

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાેરાેનાનાે કાળ ભુલી જનજનના હૈયામાં છવાયાે ઉજવણીનાે ઉત્સાહ : બજારાેમાં તેજીથી વેપારી વર્ગ રાજી રાજી : સુરતથી અમરેલી તરફ ભારે ટ્રાફિક

છ માસ પહેલા કાેરાેનાનાે કાળાે કેર સહન કરનાર અમરેલી પંથકમા દિપાવલી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે જન જનના હૈયામા ભારે થનગનાટ જાેવા મળી રહ્યાે છે. પડી ભાંગેલા વેપાર ધંધામા ઉત્સાહનાે સંચાર થયાે છે. રાેજીરાેટી માટે દુરદુર વસતા લાેકાે વતનમા પહાેંચ્યા છે. ખેતીની ઉપજના નાણા ખેડૂતાેના હાથમા અાવવા લાગ્યા છે. કાેરાેનાનાે કહેર અને લાેકાેમા તેનાે ડર હળવાે થયાે છે. જેથી ધામધુમથી દિપાવલી પર્વની ઉજવણી થઇ રહી છે. અમરેલીની બજારાેમા અામ તાે છેલ્લા અેક પખવાડીયાથી દિપાવલીની ખરીદી નીકળી છે.

પરંતુ છેલ્લા ત્રણ દિવસથી બજારમા હૈયેહૈયુ દળાય તેવી ભીડ જામી છે. છેલ્લા બે વર્ષથી કાેરાેના સાૈ કેાઇને કવરાવી રહ્યાે છે. પરંતુ હવે લાેકાે પણ જાણે અા દુખદ સ્વપ્નમાથી બહાર અાવી ગયા છે. કાેરાેનાનાે ડર કાેરાણે મુકી દેવાયાે છે જેને પગલે બજારાેમા ભીડ દેખાઇ રહી છે. અમરેલી શહેરના લાેકાેની ખરીદી ઉપરાંત અાસપાસના શહેરી વિસ્તાર અને ગ્રામિણ વિસ્તારમાથી માેટી સંખ્યામા લાેકાે અહીની બજારમા ઉમટી રહ્યાં છે. વેપારી વર્ગને લાંબા સમય બાદ સારાે વેપાર કરવાનાે માેકાે મળ્યાે છે.

શહેરમા ટાવર બજાર, સ્ટેશન રેાડ, ડાે.જીવરાજ મહેતા ચાેક સહિત વિવિધ બજારમા અવનવી રાેશનીનાે શણગાર જાેવા મળી રહ્યાે છે. અાજે સાંજે સરકારી કચેરીઅાેમા પણ રજા પડી જતા અંતિમ ઘડીની ખરીદીને પગલે માેડી રાતે પણ બજારમા ભીડ હતી. મીઠાઇ, ફરસાણના વેપારીઅાેને ત્યાં તડાકાે બાેલી રહ્યાે છે. સાજ સજાવટ અને રાેશનીની ચિજવસ્તુઅાે પુષ્કળ પ્રમાણમા વેચાઇ રહી છે. રેડીમેઇડ ગારમેન્ટસ, ઇલેકટ્રાેનિકસ અાઇટમનુ પણ ધુમ વેચાણ થઇ રહ્યું છે. જયારે સાેની બજારમા વેપારીઅાે અાેર્ડર પુરા કરી શકતા નથી. અમરેલી જિલ્લામાથી રાજયના અન્ય વિસ્તારમા ધંધાર્થે વસવાટ કરતા યુવા વર્ગનુ વતનમા અાગમન થઇ રહ્યું છે.

ફટાકડા બજારમાં હજુ રાેનક ન દેખાઇ
લાેકાે જરૂરીયાત મુજબની વસ્તુઅાેની ભલે ધુમ ખરીદી કરી રહ્યાં હાેય પરંતુ ફટાકડા બજારમા કાેઇ તેજી જાેવા મળી રહી નથી. કમસેકમ કાળી ચાૈદસની રાત સુધી અા બજારમા કાેઇ રાેનક જાેવા મળી ન હતી. નીચી કિમતના નાના ફટાકડાઅાે થાેડી ઘણી માત્રામા વેચાઇ રહ્યાં છે હવે ફટાકડાના વેપારીઅાેને દિપાવલીના અેક દિવસના મુખ્ય વેપાર પર માેટી અાશા છે.

સુરતથી અમરેલીના તગડા ભાડા વસુલાયા
​​​​​​​ખાનગી બસ સંચાલકાે દ્વારા સુરતથી અમરેલીના મનફાવે તેવા ભાડા વસુલવામા અાવી રહ્યાં છે. સામાન્ય દિવસાેમા રૂપિયા 500 થી 700મા અવરજવર થઇ શકતી હતી. પરંતુ દિપાવલીની ભીડનાે લાભ ઉઠાવી બસ માલિકાે દ્વારા રૂપિયા 1000 સુધીનુ ભાડુ વસુલવામા અાવી રહ્યું છે. સુરતથી અમરેલીનાે વનવે ટ્રાફિક હાેય અને અમરેલીથી સુરતની બસાે ખાલી દાેડાવવી પડતી હાેય તેનાે ખર્ચ બસ માલિકાે ભાડા વધારી સરભર કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...