તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ ફરિયાદ:મોટા બારમણમાં યુવતીને ભગાડી જનાર યુવકના પિતાની લાકડીના ઘા ઝીંકી હત્યા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવતીના કાકા સહિત ત્રણ શખ્સે અાપ્યાે ઘટનાને અંજામ

ખાંભા તાલુકાના માેટા બારમણ ગામનાે અેક યુવાન ગામની જ યુવતીને ભગાડી ગયા બાદ યુવતીના કાકા સહિત ત્રણ શખ્સાેઅે લાકડી તથા બાેથડ પદાર્થના ઘા મારી યુવકના પિતાની ઘાતકી હત્યા કરી નાખતા અા અંગે ખાંભા પાેલીસે ત્રણેય સામે ગુનાે નાેંધ્યાે છે.અા ઘટના માેટા બારમણ ગામે બની હતી. જયાં ગીગાભાઇ નાનજીભાઇ બારૈયા નામના અાધેડની તે જ ગામના દિનેશ ભગવાન વાળા, ભરત મંગા ચાૈહાણ અને ભીખુ સાેમાત મકવાણા નામના શખ્સાેઅે ઘાતકી હત્યા કરી નાખી હતી. ગીગાભાઇનાે પુત્ર રવજી ઉર્ફે વિપુલ ગત તારીખ 28/5ના રાેજ સંજય ભગવાન વાળાની પુત્રી સેજલને ભગાડી ગયાે હતાે.

અા અંગે સેજલની માતા મનીષાબેને જે તે સમયે ખાંભા પાેલીસ મથકમા રવજી વિરૂધ્ધ અપહરણની ફરિયાદ પણ કરી હતી. દરમિયાન ગત તારીખ 3/6ના રાેજ ગીગાભાઇની ગામની સીમમાથી લાશ મળી અાવી હતી. તેઅાે ગામના શિવલાલભાઇ સુદાણીની વાડીમા રહી મજુરીકામ કરતા હતા. વાડીથી થાેડે દુર લાેહીલુહાણ હાલતમા તેમની લાશ પડી હતી. તેમના હાથ પણ ભાંગી ગયા હતા અને માેમાથી લાેહી નીકળતુ હતુ.

અાગલા દિવસે અા ત્રણેય શખ્સાે ગીગાભાઇના ઘર પાસેથી બાઇક લઇને નીકળ્યા હતા. અને તે સમયે ગીગાભાઇના પત્ની લાભુબેનની હાજરીમા અાજે તાે ગમે તે રીતે રવજીને ગાેતવાે છે અને નહિતર ગીગાભાઇને પતાવી દેવા છે તેમ બાેલતા હતા. ગત તારીખ 3ના રાેજ પાેલીસે અા અંગે અકસ્માતે માેતની નાેંધ કરી તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન ગીગાભાઇની હત્યા થયાનુ ખુલતા તેમના ભાઇ લાખાભાઇ નાનજીભાઇ બારૈયાની ફરિયાદ પરથી ત્રણેય સામે ગુનાે નાેંધ્યાે છે. દિનેશ ભગવાન વાળા નાસી જનાર યુવતી સેજલના કાકા છે. જયારે ભીખુ મકવાણા રાજુલાના કાતર ગામે રહે છે.

અન્ય સમાચારો પણ છે...