મતગણતરી:અમરેલી જિલ્લામાં 393 ગ્રામ પંચાયતના 6797 ઉમેદવારોના ભાવિનો મંગળવારે ફેંસલો થશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં સરેરાશ 71.11 ટકા મતદાન નોંધાયું હતું 11 તાલુકા મથકો પર મતગણતરી હાથ ધરાશે

અમરેલી જિલ્લાની 393 ગ્રામ પંચાયતની રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ હવે મંગળવારે મતગણતરી હાથ ધરાશે. જિલ્લાના 11 તાલુકા મથકો પર યોજાનારી મતગણતરીમાં 6797 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

અમરેલી જિલ્લાની 393 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિવારે 71.11 ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું. હવે મંગળવારે 11 તાલુકા મથકો પર મતગણતરી હાથ ધરાશે. મતગણતરી દરમિયાન જિલ્લાના 6797 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. તમામ તાલુકા મથકો પર મતગણતીરને લઈ તૈયારીઓ પૂ્ર્ણ કરી લેવામા આવી છે.

કયા તાલુકામાં કયા સ્થળે મતગણતરી?

અમરેલી તાલુકાના ગામડાની ગણતરી અમરેલી શહેરના કમાણી ફોરવડ હાઈસ્કૂલ ખાતે ગણતરી થશે

વડીયા ગ્રામ પંચાયતની ચૂંટણી વડીયા અમૃતબેન હરિલાલ કન્યા વિધાયલય ખેતાણી ખાતે ગણતરી થશે

લાઠી તાલુકાના ગામડાની લાઠી મામલતદાર કચેરીની બાજુમાં પે સેન્ટર શાળામાં થશે

બાબરા તાલુકાના ગામડાની ગણતરી સરદાર પટેલ સંકુલ, ભાવનગર-રાજકોટ રોડ

સાવરકુંડલા તાલુકાના ગામડા કે.કે.હાઈસ્કૂલ કોલેજ રોડ પ્રાર્થના ખંડ, સાવરકુંડલા

લીલીયા તાલુકાના ગામડા અમૃતબા વિદ્યાલય સ્ટેશન રોડ, લીલીયા

ધારી વિસ્તારના ગામડા શ્રી અરુણ મૂછાળા એન્જિનિયર કોલેજ સરસીયા રોડ ખોખરા મહાદેવ, ધારી

ખાંભાના ગામડા આઈ.ટી.આઈ.કચેરી ઉના રોડ, ખાંભા

બગસરા વિસ્તારના ગામડા શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ સ્ટેશન રોડ, બગસરા

રાજુલા તાલુકાના ગામડા ટી.જે.બી.એસ.ગર્લ્સ હાઈસ્કૂલ, રાજુલા

જાફરાબાદ તાલુકા ગામડા સરકારી વિનયન અને વાણીજય કોલેજ, જાફરાબાદ

અન્ય સમાચારો પણ છે...