• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • The Fate Of 1005 Candidates For The Post Of Sarpanch Will Be Decided Today, 682781 People Will Vote At 833 Booths In 393 Gram Panchayats.

ગ્રામ પંચાયત ચૂંટણી:આજે સરપંચ પદના 1005 ઉમેદવારોનું ભાવી ઘડાશે, 393 ગ્રામ પંચાયતમાં 833 બુથ પર 682781 લોકો મતદાન કરશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સરપંચ પદના, સભ્ય પદના ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં ઘડાશે. - Divya Bhaskar
સરપંચ પદના, સભ્ય પદના ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં ઘડાશે.
  • વહેલી સવારથી મતદાનનો પ્રારંભ થશે

અમરેલી જિલ્લામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. અહી સરપંચ પદના 1005 અને સભ્ય પદના 5804 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં ઘડાશે. ઉપરાંત 393 ગ્રામ પંચાયતમાં 833 મતદાન બુથ પર 682781 લોકો મતદાન કરશે. મતદાન બુથ પર પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે.જિલ્લા વહિવટી તંત્ર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સજ્જ બન્યું છે. આવતીકાલે જિલ્લાની 393 ગ્રામ પંચાયતમાં મતદાન યોજાશે. પ્રચાર પડઘમ શાંથ થઈ ગયા છે. મતદાનના આગલી રાત્રીએ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાડી દીધું હતું.

જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની ફોર્મ પ્રક્રિયા દરમિયાન પહેલેથી જ 105 સરપંચ પદ અને 1382 સભ્ય પદના ઉમેદવારો બિનહરીફ ચુંટાઇ આવ્યા છે. ત્યારે ચૂંટણી લડી રહેલા સરપંચ પદના 1005 અને સભ્ય પદના 5804 ઉમેદવારોનું ભાવિ આવતીકાલે ઘડાશે.

ચૂંટણી તંત્ર દ્વારા 393 ગ્રામ પંચાયતમાં મતદારો માટે 833 મતદાન બુથની વ્યવસ્થા ઉભી કરી છે. આવતીકાલે 354283 પુરૂષ અને 328490 મહિલા તથા 8 અન્ય મતદારો મળી કુલ 682781 મતદારો મતદાન કરશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ મતદાનનો પ્રારંભ થશે. અને સાંજ સુધીમાં મતપેટીમાં ઉમેદવારોનું ભાવિ ઘડાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કયા તાલુકામાં કેટલા મતદારો મતદાન કરશે ?

તાલુકોગામપુરૂષમહિલાકુલ
અમરેલી41397133696576682
વડીયા36377683579473562
લાઠી29249432297047913
બાબરા33314802936960849
ધારી27267482451051261
ખાંભા38327423006462806
બગસરા33240152221846233
સાવરકુંડલા50454024190587307
લીલિયા25189321782136753
રાજુલા52445724059885170
જાફરાબાદ29279682627654245

કયા તાલુકામાં કેટલા મતદાન બુથ તૈયાર કરાયા

તાલુકાેસ્થળબુથ
અમરેલી5090
વડિયા5192
લાઠી3757
બાબરા4068
ધારી4169
ખાંભા4676
બગસરા3660
સાવરકુંડલા69111
લીલિયા2948
રાજુલા6199
જાફરાબાદ3663

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...