કૃષિ:ખેડૂતાે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધારીમાં કૃષિમંત્રીએ સાત પગલા ખેડૂત કલ્યાણના યાેજનાનું લાેકાર્પણ કર્યું

ધારી ખાતે આજે રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને સાત પગલા ખેડૂત કલ્યાણના યાેજનાનુ લાેકાર્પણ કરવામા આવ્યું હતુ. આ તકે તેમણે ખેડૂતાેને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી. ધારીના માર્કેટીંગયાર્ડ ખાતે યાેજાયેલા આ કાર્યક્રમમા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજયપાલ આચાર્ય દેવવ્રતે વિડીયાે કાેન્ફરન્સના માધ્યમથી સમગ્ર રાજયમા જુદાજુદા સ્થળે થઇ રહેલા કાર્યક્રમાેમા ખેડૂતાેને સંબાેધન કર્યુ હતુ. અહી કૃષિમંત્રી ફળદુએ જણાવ્યું હતુ કે મુશ્કેલીના સમયમા રાજય સરકાર ખેડૂતાેની પડખે ઉભી રહી છે. મુખ્યમંત્રીએ સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી વધુ બે યાેજનાની આજે શરૂઆત કરી હતી. તેમણે ખેડૂતાેને અપીલ કરી હતી કે ગાય આધારિત ખેતી તરફ વળે. રાજય સરકાર ગાય નિભાવ ખર્ચ યાેજના હેઠળ ખેડૂતને વાર્ષિક રૂપિયા 10800ની સહાય આપશે. વિવિધ ઝેરી ખાતરથી પકાવેલા પાક સ્વાસ્થય માટે નુકશાનકારક છે. પ્રાકૃતિક ખેતીથી ઓર્ગેનિક પાક મેળવી શકાશે. જે ભાવી પેઢીને ઉપયાેગી થશે.

કૃષિમંત્રીએ જણાવ્યું હતુ કે ખેડૂતાેએ કરેલી પ્રગતિના કારણે આપણે અન્નક્ષેત્રે સ્વાવલંબી બન્યાં છીએ. જયાં સુકી ધરતી હતી ત્યાં નર્મદાના નીર પહાેંચ્યા છે. વાવણીથી લઇ વેચાણ સુધી દરક તબક્કે ખેડૂતાેને યાેજનાઓનાે લાભ અપાઇ રહ્યાે છે. તેમણે ખેડૂતાેને સાેલાર આધારિત વિજળી માટે સહાય યાેજનાનાે લાભ લેવા ઉપર ભાર મુકયાે હતાે. અહી ખેડૂતાેને યાેજનાના મંજુરી પત્રાે અને સહાયનુ વિતરણ કરાયુ હતુ. ખેડૂતાેને માેમેન્ટાે અને પ્રમાણપત્ર પણ અપાયા હતા. આ તકે હિરેનભાઇ હિરપરા, જીતુભાઇ જાેષી, ડીડીઓ તેજસ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...