તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપીંડી:2 મણ સાેનાની લાલચમાં ખેડૂતે 40 લાખ ગુમાવ્યા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બગસરાના ખેડૂત સાથે દેશી દવા કરતા ડાેકટર અને ફકીરની છેતરપીંડી
  • ખેડૂતને લાલચમાં નાખવા વાડીમાંથી પીળી ધાતુ ભરેલાે ઘડાે પણ કાઢયો, સુખી સંપન્ન ખેડૂત વર્ષ 2018થી 2020 સુધીમાં દેવાદાર બની ગયા
  • આખરે ખેડૂતોને છેતરપિંડી થયાનું માલુમ પડતા પોલીસમાં ફરિયાદ નોંધાવી : પોલીસે આગળની તજવીજ હાથ ધરી

બગસરાના અેક વૃધ્ધ ખેડૂતને અહી દેશી દવા કરતા અેક કહેવાતા ડાેકટર અને તેના મળતીયા ફકિરે તમારી વાડીમા બે મણ જેટલુ સાેનુ દટાયુ છે પરંતુ અા અસુરી ધન છે તેમ જણાવી વિધી કરવાના બહાને કટકે કટકે અા ખેડૂત પાસેથી રૂપિયા 40.75 લાખની રકમ પડાવી બંને રફુચક્કર થઇ જતા મામલાે પાેલીસ મથકે પહાેંચ્યાે છે.

બગસરામા સરકારી દવાખાના પાસે ગાેકુળપરામા રહેતા કાનજીભાઇ હરીભાઇ દાેંગા (ઉ.વ.68) નામના વૃધ્ધ ખેડૂત સાથે અા છેતરપીંડી થઇ હતી. તેમના પત્ની મુકતાબેનને પગનાે દુખાવાે હાેય ધારી સરસીયા રાેડ પર દેશી દવાનુ કામ કરતા ડાેકટર હારૂનશા પાસે તેઅાે ગયા હતા. તેમણે દવા અાપ્યા બાદ પાણીનાે દાર જાેવરાવવાે હાેય તાે મને કહેજાે તેમ કહ્યું હતુ.

કાનજીભાઇની વાડીમા પાણી અાેછુ હાેય અને દાર કરાવવાે હાેય પાણી જાેવડાવવા માટે કહેતા અા હારૂનશા કમાલશા પઠાણ અન્ય અેક શખ્સ સાથે તેમની વાડીઅે ગયાે હતાે. તે દરમિયાન તેણે અેવુ કહ્યું હતુ કે તમારી જમીનમા ઘણુ ધન છે. જેને વિધી કરી બહાર કાઢવુ પડે.

થાેડા દિવસ પછી તે ઇમ્તીયાઝબાપુ નામના ફકિર સાથે તેની વાડીઅે પહાેંચ્યા હતા. અને અાેરડી પાસે જમીનમા ખાડાે ખાેદાવ્યાે હતાે. જેમાથી અેક ગાગર ભરાય તેટલા સાેનેરી કલરના રાણી સિક્કા નીકળ્યા હતા. અા સિક્કા પર ફકિરે કહ્યાં મુજબ તેમણે પાણી નાખતા તેમાથી ધુમાડાે નીકળવા લાગ્યાે હતાે.

જેથી અા અસુરી માયા છે તેને સુરી કરવા માટે વિધી કરવી પડશે તેમ જણાવી રૂપિયા 11 હજાર તેની પાસેથી લીધા હતા. થાેડા દિવસ બાદ હારૂનશાઅે તેમને અેમપણ કહ્યું હતુ કે તમારી જમીનમા બે મણ જેટલુ સાેનુ છે. જેને શુધ્ધ કરવા માેટુ રાેકાણ કરવુ પડશે. ખેડૂત સહિત તમામ લાેકાે અાની વિધી કરવા ખાંભાના રાયડી મુકામે અેક અવાવરૂ જગ્યાઅે ઇમ્તીયાઝને મળ્યાં હતા.

જયાં વિધી કરવા માટે ખેડૂતે 20 લાખ ચુકવ્યા હતા. ત્યારબાદ તાે અા ચિટર ટાેળકીઅે વિધીની વસ્તુઅાે ખાેવાઇ ગઇ છે તેવા બહાને અને અન્ય જુદાજુદા બહાને વધુ 20 લાખથી વધુની રકમ તેમની પાસે પડાવી હતી. અા ખેડૂતે પાેતાના દરદાગીના હાથ પરની રાેકડ સહિત તમામ કિમતી વસ્તુઅાે વેચી ઉછીના નાણા લઇ 40.75 લાખની રકમ અા શખ્સાેને અાપી હતી.

વર્ષ 2018થી 2020ના ગાળામા અા રકમ પડાવી બંને શખ્સાે નાસી ગયા હતા. અત્યાર સુધી રકમ પરત મળશે તેવી તેમને અાશા હતી પરંતુ છેતરપીંડી થયાનુ સમજાતા તેમણે અા અંગે બગસરા પાેલીસમા ઇમ્તીયાઝ અને હારૂન પઠાણ સામે ફરિયાદ નાેંધાવી છે.

પત્નીના દાગીના અને ખેતપેદાશ વેચીને પણ રકમ અાપી
કાનજીભાઇ દાેંગાઅે બે મણ સાેનાની લાલચમા વિધી કરાવવા માટે પત્નીના દાગીના વેચી તથા પાક વેચાણની રકમ પણ અા શખ્સાેને અાપી હતી. અા ઉપરાંત શરાફી મંડળીમાથી લાેન તથા પાક ધિરાણની રકમ ઉપાડવા ઉપરાંત પાેતાના બંને દીકરા પાસેથી પણ રકમ લઇ અા ચીટરાેને અાપી હતી.

અાંગડિયા મારફત પણ રકમ માેકલી
20 લાખ રૂબરૂ રાેકડા સ્વીકાર્યા બાદ અા શખ્સાેઅે વારંવાર તેની પાસે અાંગડીયા મારફત જુદાજુદા બહાને રકમાે મંગાવી હતી. બે મણ જેટલુ સાેનુ મળશે તેવી લાલચમા ખેડૂતે હતી તેટલી રકમ અા લાેકાેને ચુકવી હતી.

વાડીમાંથી સિક્કા વિણી ખેડૂતને લાલચમાં નાખ્યા
અા ડાેકટર જયારે પાણી જાેવા માટે ગયાે ત્યારે કાનજીભાઇના ખેતરમા ચારેય શેઢા પર અાંટા મારી જુદાજુદા સ્થળેથી સિક્કા વિણવાનુ નાટક કર્યુ હતુ અને બાદમા તમારા ખેતરમા સાેનારૂપી ધન માેટા પ્રમાણમા હાેવાનુ જણાવી ખેડૂતને લાલચમા નાખ્યાં હતા.

સમાધાન માટે નિવૃત્ત PSIની મદદ લીધી
થોડા સમય પહેલા ઇમ્તિયાજનો ભાઈ દિલાવર બે વખત આ ખેડૂતના ઘરે ગયો હતો. તે વખતે તેની સાથે કોઈ નિવૃત્ત પીએસઆઇ બ્લોચ પણ સાથે હતા. ઈમ્તિયાઝ એવું જણાવ્યું હતું કે મારા ભાઈએ લીધેલા પૈસા હું પરત આપીશ. પણ માત્ર 18 લાખ પરત આપીશ. જોકે ત્યારબાદ તેણે ફૂટી કોડી પણ આપી ન હતી.

અન્ય સમાચારો પણ છે...