હનુમાનની આરાધના:લાઠી નજીક સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાન મંદિરને રોશનીથી શણગારમાં આવ્યું, કાલે ભક્તોની ભીડ જામશે

અમરેલીએક મહિનો પહેલા
  • હનુમાન જયંતિ નિમિત્તે મંદિરમાં તડામાર તૈયારીઓ કરાઈ
  • 50 હજાર ઉપરાંત ભાવિકો ભોજન લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઈ

અમરેલી જિલ્લામાં આવેલા લાઠી નજીક ભુરખિયા હનુમાનજી મંદિર સમગ્ર સૌરાષ્ટ્રનું આસ્થાનુ કેન્દ્ર છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે આવતીકાલે હનુમાન જયંતિ નિમિતે મંદિરમાં પ્રશાસન અને ટ્રસ્ટી દ્વારા પણ તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. મંદિર પરીસરની આસપાસના વિસ્તારોમાં રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. મંદિરમાં સ્વયંમ સેવકો ભક્તોની સેવા માટે ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત આવતીકાલે ભોજન પ્રસાદ માટેની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 50 હજાર ઉપરાંત ભાવિકો ભોજન લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરી છે. અહીં દૂર દૂરથી પદયાત્રા કરી દર્શન કરવા લોકો દિવસભર પહોંચશે. સવારથી મોડી રાત સુધી ભાવિકોની ભીડ જોવા મળશે.

રસ્તા વચ્ચે વિવિધ સંસ્થા સંગઠનો દ્વારા પાણી, શરબત, ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટી દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવાય છે. મંદિરમાં ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે અગાવથી જ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. હાલ મંદિર સમગ્ર વિસ્તસરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

હનુમાન જયંતિને લઈ હજારોની સંખ્યામા ભાવિકો આવતા હોય છે જેના કારણે ભીડ એકઠી થતી હોય છે. જેથી અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવામાં આવશે.

ભુરખિયા હનુમાન મંદિર ચાલીને જવાની વર્ષો જુની પરંપરા હજુ પણ લોકોએ જાળવી રાખી છે. વહેલી સવારથી અમરેલી લાઠી હાઇવે અને લાઠી ઢસા હાઇવે પર લોકો ચાલીને જતા હોય છે. 2 વર્ષ પછી ભવ્ય રીતે હનુમાન જયંતિ નિમિતે આયોજન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...