સહાય:મૃતકના પરિવારને મોરારીબાપુ તરફથી રૂા. 5- 5 હજારની સહાય

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલા વૈષ્ણોદેવીની ઘટનામાં 12 લોકોના મૃત્યું થયા હતાં
  • મૃતકો અને રાજકોટના છાત્રોના પરિવારજનોને પણ રકમ પહોંચાડાશે

જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી અને અન્ય અકસ્માતની દુર્ઘટનાઓમાં મૃત્યું પામનારના પરિવારને મોરારીબાપુ તરફથી પાંચ હજારની સહાય અર્પણ જાહેર કરાય છે. કથાકાર મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી.બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના વૈષ્ણદેવી મંદિર પરીસરમાં ભાગદોડના કારણે 12 લોકોના અવસાન થયા હતા.

એ જ રીતે હરિયાણાના ભિવાની જિલ્લામાં ખાણમાં ખોદકામ દરમિયાન ભુસ્ખલનને કારણે ચાર લોકોના મૃત્યું થયા હતા. ઉપરાંત રાજકોટની શાળાઓના વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લઈ પરત આવતા સમયે તારાપુર ચોકડી પાસે અકસ્માતમાં પાંચ આશાસ્પદ વિદ્યાર્થીઓએ પ્રાણ ગુમાવ્યા હતા.

અકસ્માતની આવી વિવિધ દુર્ઘટનાઓમાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારજનોને હનુમાનજીની સાંત્વના રૂપે કથાકાર મોરારીબાપુએ પ્રત્યેક મૃતકના પરિવારને પાંચ હજારની સહાય જાહેર કરી હતી. રામકથાના શ્રોતાઓ દ્વારા આ રકમ મૃતકોના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે. ઉપરાંત મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...