રાજુલામા વર્ષો પહેલા અર્બન આરોગ્ય કેન્દ્ર બનાવવામા તો આવ્યુ પરંતુ હાલમા અહી તેમા એકપણ કાયમી જગ્યા પુરાયેલી નથી. આખુ અર્બન આરોગ્ય કેન્દ્ર ઇન્ચાર્જ અધિકારીઓ અને કર્મચારીઓથી ચાલે છે. આ મુદે અહીના ભાજપના આગેવાન રવુભાઇ ખુમાણે આરોગ્ય વિભાગને રજુઆત કરી છે. અહીના ગરીબ અને પછાત વર્ગના લોકોને આ અર્બન આરોગ્ય કેન્દ્રનો લાભ મળતો હતો. અને ઘર આંગણે આરોગ્ય સેવા મળી રહેતી હતી. પરંતુ હવે આ આરોગ્ય કેન્દ્રમા પુરતો સ્ટાફ નથી. કરાર અાધારિત કર્મચારીઓ પણ લેવામા આવતા નથી. અહી માત્ર એક કલાર્ક જ હાજર જોવા મળે છે. બે વર્ષથી ભરતી જ કરવામા આવી નથી.
સ્થાનિક લોકોની રજુઆતો કોઇ સાંભળતુ નથી. અહી અર્બન આરોગ્ય કેન્દ્રના તબીબ ચાર્જમા છે. બે સુપરવાઇઝર પણ ચાર્જમા છે. બે સિનીયર કલાર્ક, સેનેટરી ઇન્સપેકટર વિગેરે જગ્યાઓ ખાલી છે. માત્ર કાગળ પર જાણે આ આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે. જેના કારણે લોકોની સુખાકારીની કોઇ કામગીરી થતી નથી. અંતરીયાળ અને પછાત વર્ગના લોકો માટે આ નજીકનુ આરોગ્ય સેન્ટર ખોલાયુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.