સાવરકુંડલાની આસોપાલવ સોસાયટીમા રહેતી 25 વર્ષીય મહિલાએ આ બારામા સાવરકુંડલામા જ રહેતા પતિ અજય દિનેશભાઇ વિંઝુંડા ઉપરાંત સાસુ જયાબેન, નણંદ પ્રિયંકા સહિત 10 શખ્સો સામે સાવરકુંડલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
બંનેના લગ્ન 23/8/21ના રોજ થયા હતા. પરંતુ એક જ પખવાડીયામા વિખવાદ થતા તા. 6/9/21ના રોજ બંનેએ છુટાછેડા લીધા હતા. જો કે વડીલોએ વાતચીત કરતા તા. 12/11/21ના રોજ કામનાથ મંદિર ખાતે ફરી એકવાર બંનેના લગ્ન કરાયા હતા.
બીજા લગ્ન બાદ પણ સાસરીયા ત્રાસ આપતા અને તેને કાઢી મુકાઇ હતી. જેથી પાંચ જ દિવસમા 17/11ના રોજ ફરી બંનેએ છુટાછેડા લીધા હતા. ત્યારબાદ પણ પતિ તેડવા આવતા તે સાથે ગઇ હતી. પરંતુ થોડા દિવસમા ફરી માતાપિતાના ઘરે મોકલી દેવાઇ હતી.
પતિ દારૂ પી મારકુટ કરતો હોય અને પરિવારના અન્ય સભ્યો દુખત્રાસ દઇ ઘરસંસાર ચાલવા દેતા ન હોય તેણે દસેય સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમા તેણે એમપણ જણાવ્યું હતુ કે તેનો પતિ તેને વાયગ્રાની ટીકડીઓ અને બાળક ન રહે તેવી ટીકડીઓ પીવડાવતો હતો.
પતિ અવારનવાર પીછો કરે છે
આ સોફટવેર એન્જીનીયર યુવતીએ પોલીસ ફરિયાદમા કહ્યું હતુ કે હાલમા તે પિતાજીના ઘરે રહે છે. તેનો પતિ અવારનવાર તેની પાછળ પાછળ આવી પીછો કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.