તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:સંસ્કૃતમાં પીએચડી કરનાર ઇંગોરાળાની યુવતીનું શિક્ષણ મંત્રીએ સન્માન કર્યું

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યમાં પ્રથમ વખત મુસ્લિમ છાત્રાએ સંસ્કૃતમાં પીએચડી કર્યુ

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ઇંગોરાળા ડાંડ ગામની વતની મુસ્લિમ યુવતીએ સંસ્કૃત વિષયમા પીએચડીની પદવી મેળવતા શિક્ષણ મંત્રી અને યુનિવર્સિટી વતી ભાજપના આગેવાનોએ આજે આ યુવતીનુ સન્માન કર્યુ હતુ.

ઇંગોરાળા ગામની સલમા કુરેશીને નાનપણથી જ સંસ્કૃત વિષય પ્રત્યે લગાવ હતો. પુરાણોમા નિર્દેશિત શિક્ષણ પધ્ધતિ વિષય પર તેણે ગહન અભ્યાસ કર્યો હતો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાથી પીએચડીની પદવી મેળવી હતી. સલમા કુરેશીએ ભાવનગર યુનિવર્સિટીમા સંસ્કૃત વિષય સાથે માસ્ટર બની ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. અને સંસ્કૃત વિષયમા પીએચડી થનાર રાજયની પહેલી મુસ્લિમ વિદ્યાર્થીની બની હતી. રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા સાૈરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિતીનભાઇ પેથાણી તથા પીવીસી વિજયભાઇ દેસાણીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમના વતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ મેમ્બર તથા જિલ્લા ભાજપના મંત્રી ભરતભાઇ વેકરીયા અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી કેતનભાઇ ઢાંકેચાએ આજે ઇંગોરાળા દોડી જઇ સલમાબેનનુ સન્માન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો