તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઇશ્વરિયા નજીક કાર ચાલકે કંડકટરને હડફેટે લેતા ઇજા, બસના ટાયરમાં અવાજ આવતાે હાેય નીચે ઉતરી જાેતા હતાં

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામ નજીક કાેડીનાર રૂટની બસના કંડકટર બસના ટાયરમા કંઇક અવાજ અાવતાે હાેય નીચે ઉતરી તપાસ કરતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લઇ ઇજા પહાેંચાડી હતી. જેને પગલે તેણે કાર ચાલક સામે અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

કાેડીનાર રૂટની એસટી બસના કંડકટર પ્રકાશભાઇ પરશાેતમભાઇ ગાેહેલે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે કાેડીનાર રૂટની બસ લઇને આવી રહ્યાં હતા. આ દરમિયાન ઇશ્વરીયા નજીક બસના ટાયરમા કંઇક અવાજ આવતાે હાેય તેઓ તપાસ કરવા નીચે ઉતર્યા હતા. અા દરમિયાન એક અજાણ્યા કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી તેને સાથે અથડાવી ઇજા પહાેંચાડી નાસી ગયાે હતાે. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ કે.એ.સાંખટ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો