તપાસ:પથ્થર વડે બસનાે કાચ તાેડી ચાલકને ઇજા પહાેંચાડી

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાંભાના શખ્સે ઉશ્કેરાઇ જઇ ગાળાે પણ આપી

ખાંભાના ડેડાણમા અેક શખ્સે સુરતથી અાવેલી ખાનગી બસનાે પથ્થર વડે કાચ તાેડી નાખી ચાલકને પણ પથ્થર વડે ઇજા પહાેંચાડતા અા બારામા તેની સામે ખાંભા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

પીઠવડીમા રહેતા અને ડ્રાઇવીંગનાે ધંધાે કરતા દાનાભાઇ દેવાયતભાઇ ખુમાણ (ઉ.વ.58) નામના અાધેડે ખાંભા પાેલીસમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પાેતાની બસ નંબર જીજે 14 અેકસ 7788 સુરતથી લઇને ડેડાણ અાવ્યા હતા. અહી બાપા સીતારામના અાેટા પાસે બસ ઉભી રાખી હતી.

ત્યારે સલીમ માેહમદ નામના શખ્સે બસ પર પથ્થર મારી કાચ તાેડી નાખી નુકશાન કર્યુ હતુ.અા શખ્સે જેમ ફાવે તેમ ગાળાે અાપવા લાગતા તેને ના પાડતા અા શખ્સે ઉશ્કેરાઇ જઇ પથ્થર વડે કપાળના ભાગે ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે અેમ.બી.મહેરા વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...