વડીયા તાલુકાના રાંદલના દડવામા ભાર રીક્ષા પલટી ખાઇ જતા ચાલકનુ માેત નિપજયું હતુ. જયારે રીક્ષામા બેઠેલ અેક વ્યકિતને ઇજા પહાેંચતા સારવાર માટે ગાેંડલ દવાખાને ખસેડવામા અાવ્યાે હતાે.ભાર રીક્ષા પલટી ખાઇ જતા યુવકના માેતની અા ઘટના વડીયાના રાંદલના દડવામા બની હતી. ગાેંડલના વાસાવડમા રહેતા સલીમશા બચુશા જુણેજા પાેતાની ભાર રીક્ષા નંબર જીઅારપી 4206 લઇને રાંદલના દડવા ફેરાે કરવા માટે અાવ્યા હતા.
જાે કે અા દરમિયાન તેમની રીક્ષા પલટી ખાઇ જતા તેમને ગંભીર ઇજા પહાેંચી હતી. જેને પગલે તેમને સારવાર માટે કુંકાવાવ દવાખાને ખસેડવામા અાવ્યાં હતા. અહી ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જયારે રીક્ષામા બેઠેલ અન્ય વ્યકિતને પણ ઇજા પહાેંચતા સારવાર માટે ગાેંડલ દવાખાને ખસેડવામા અાવ્યાં હતા. બનાવ અંગે શાહીદશા બચુશા જુણેજાઅે વડીયા પાેલીસમાં ફરિયાદ નાેંધાવી છે. વધુ તપાસ પીઅેસઅાઇ અે.વી.સરવૈયા ચલાવી રહ્યાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.