તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:જિલ્લાના 43 પ્રાથમિક શિક્ષકોની અન્ય જિલ્લામાં બદલી કરી, નવા આવ્યા નથી

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી પ્રાથમિક શિક્ષણ કચેરીએ બદલી થયેલા તમામ શિક્ષકોને છુટા કર્યા

અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 43 શિક્ષકોની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ આ તમામ શિક્ષકોને છુટા કર્યા હતા.

અમરેલી જિલ્લામાં 763 જેટલી પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં અન્ય જિલ્લાના શિક્ષકો પણ જુદી જુદી શાળામાં ફરજ બજાવે છે. તેવા સમયે જિલ્લાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા લોકોએ પોતાના વતન તરફ જવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી ખાતે અરજી કરી હતી. અહીં બદલી કેમ્પ યોજાયો હતો. જેમાં 43 પ્રાથમિક શિક્ષકોની બદલી અન્ય જિલ્લામાં કરવામાં આવી હતી.

અમરેલી પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે 43 શિક્ષકોને તેમની માંગણી મુજબ બદલી કરવામાં આવી છે. આ તમામ શિક્ષકોને આજે છૂટા કરી દેવામાં આવ્યા છે. નવા શિક્ષકો હજુ સુધી આવ્યા નથી. જ્યારે નવા શિક્ષકો આવશે. ત્યારે હાજર કરાશે.

અન્ય સમાચારો પણ છે...