માસ પ્રમોશન:જિલ્લાની 314 શાળા વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન અપલોડ કરશે

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરેલી જિલ્લામાં 25 જૂન સુધી રિઝલ્ટ જાહેર નહી થાય : શિક્ષણ અધિકારી
  • વેકેશન ખુલ્યું પણ ધોરણ 11માં શિક્ષણ કાર્ય બંધ : ઓનલાઇન શિક્ષણ પણ બંધ થયું

કોરોના મહામારીના કારણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પણ અમરેલી જિલ્લાની 314 માધ્યમિક શાળાઓ 17મી સુધી વિદ્યાર્થીઓના ઓનલાઈન માર્કસ અપલોડ કરશે. જો કે છાત્રો માટે 25 જૂન પછી વિદ્યાર્થીઓનું રીઝલ્ટ જાહેર થશે. અમરેલી જિલ્લામાં શાળાઓમાં વેકેશન ખુલી ગયું છે. પણ ધોરણ 11માં રીઝલ્ટના અભાવે શિક્ષણ કાર્ય બંધ છે.

શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાને રદ કરી રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. પણ હજુ સુધી વિદ્યાર્થીઓના હાથમાં રીઝલ્ટ આવ્યું નથી. બીજી તરફ ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પર તલવાર લટકી છે. શિક્ષણ બોર્ડ હજુ સુધી રીપીટર છાત્રોને માસ પ્રમોશન આપવું કે પરીક્ષા લેવી તેના પર કોઇ જ નિર્ણય કર્યો નથી. જેનો નિર્ણય થયો છે. તેમને પણ હજુ રીઝલ્ટ મળ્યું નથી. અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી એમ.જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે હજુ 17 જૂન સુધી શાળાઓ વિદ્યાર્થીના ઓનલાઈન માર્કસ અપલોડ કરશે. અને 25 જૂન સુધીમાં રીઝલ્ટ જાહેર કરાશે નહી. જે બાદ રીઝલ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. જિલ્લાની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે. પરંતુ માર્કેસીટના અભાવે છાત્રો ધોરણ 11માં એડમિશન મેળવી શકતા નથી. જેના કારણે તેમનું ઓનલાઇન શિક્ષણ પણ અત્યારે બંધ છે.

અન્ય સમાચારો પણ છે...