તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જિલ્લા જેલનો કોન્સ્ટેબલ અને બે કેદી નશો કરેલા ઝડપાયા

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાેસ્પિટલે ગયેલા કેદીને લઇ સ્ટાફ પરત આવતા ભાંડાે ફૂટયાે
  • પોલીસમાં ત્રણેય સામે ફરિયાદ, કોન્સ્ટેબલની ધરપકડ કરાઇ

અમરેલી જિલ્લા જેલમા રહેલા હત્યા અને ખંડણીના કેસના આરાેપી તથા ખુદ જેલના જ એક કોન્સ્ટેબલને આજે નશાે કરેલી હાલતમા ઝડપી લેવાયા હતા. આ કોન્સ્ટેબલ બંને કેદીને લઇ હાેસ્પિટલે ગયાે હતાે. જયાં ત્રણેયે નશાે કર્યાે હતાે.

પ્રાપ્ત વિગત મુજબ, અમરેલી જિલ્લા જેલમાથી આજે અગાઉ હત્યા અને એટ્રાેસીટીના ગુનામા સંડાેવાયેલા માણેકપરાના ચિરાગ ગીરીજાશંકર ઠાકર અને પેટ્રાેલપંપ માલિકને ધમકી આપી ખંડણી માંગનાર સત્યનારાયણ સાેસાયટીમા રહેતા છત્રપાલ ચંદ્રકિશાેર વાળા તથા જિલ્લા જેલમા કાેન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હનીફ યાસીનખાન મલેકને નશાે કરેલી હાલતમા ઝડપી લેવાયા હતા.

હનીફ મલેક આજે આ બંને કાચા કામના કેદીને લઇ સારવાર માટે હાેસ્પિટલે ગયાે હતાે. હાેસ્પિટલેથી પરત આવ્યા બાદ ગેઇટ પર ત્રણેયની ચકાસણી કરાતા ત્રણેય નશાે કરેલી હાલતમા હાેવાનુ જણાયુ હતુ. જેને પગલે સ્થાનિક પીઆઇ અને સ્ટાફને બાેલાવાયા હતા. અમરેલી સીટી પાેલીસે આ અંગે ત્રણેય સામે ગુનાે નાેંધ્યાે છે. આ કેસમા કાેન્સ્ટેબલની ધરપકડ કરાઇ છે. આ બનાવને પગલે શહેરભરમાં ભારે ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...