બેઠક:જિલ્લા કલેકટરે મહેસુલી વિભાગના અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજી

અમરેલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનના પડતર કેસો સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી

અમરેલી જિલ્લા કલેકટરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક તાલુકાના મહેસુલી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં જમીનના પડતર કેસો અને વેક્સીનેશન અંગે ચર્ચા કરાઇ હતી. તેમજ આગામી દિવસોમાં વેક્સીનેશનની કામગીરી વધારવા જિલ્લા કલેકટરે અધિકારીઓને સૂચન કર્યું હતું. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક પ્રાંત અધિકારી અને તાલુકા મામલતદાર સાથે સમીક્ષા બેઠક કરી હતી.

જેમાં જમીનોના પડતર કેસો, નોંધો, પ્રકરણો, ખેડૂત પ્રમાણપત્ર, સરકારી ખાતે જમીન ફાળવણી, ગામતળ કે સ્મશાનની દરખાસ્ત, વેક્સીનેશન, ફિલ્ડ વર્ક જેવા વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી ચર્ચાઓ કરી હતી. ખાસકરીને મહેસુલી પ્રશ્નો અંગે વધુ ચર્ચા કરાઇ હતી.બીજી તરફ આવનારા દિવસોમાં જિલ્લાભરમાં વેક્સીનેશની કામગીરી વધારવા માટે પણ અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લાભરના પ્રાંત અધિકારી અને મામલતદાર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...