અકસ્માત:કુતરૂ આડું પડતા બાઇક પરથી પડી જતા વૃદ્ધનું મોત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગુપ્ત ખાેડિયાર મંદિર નજીક અકસ્માત સર્જાયાે

લીલીયાના બવાડી ગામે રહેતા અેક 75 વર્ષીય વૃધ્ધ પાેતાનુ માેટર સાયકલ લઇને સાવરકુંડલા નજીકથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે કુતરૂ અાડુ પડતા બાઇક પરથી પડી જતા વૃધ્ધનુ માેત નિપજયું હતુ. અકસ્માતની અા ઘટના સાવરકુંડલામા બની હતી. લીલીયાના બવાડીમા રહેતા નાગજીભાઇ નારણભાઇ ભુવા (ઉ.વ.75)નામના વૃધ્ધ પાેતાનુ માેટર સાયકલ લઇને અહી અાવેલ ગુપ્ત ખાેડિયાર મંદિર નજીકથી પસાર થઇ રહ્યાં હતા.

અા સમયે અચાનક કુતરૂ અાડુ પડતા બાઇક સ્લીપ થવાથી તેઅાે ફંગાેળાઇ ગયા હતા જેને પગલે તેમને ગંભીર ઇજા પહાેંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જાે કે અા વૃધ્ધનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે વેલદાસભાઇ કાનદાસ બારૈયાઅે સાવરકુંડલા ટાઉન પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ સી.બી.ટીલાવત ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...