તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ચાંચબંદરમાં ભુંડ આડું પડતા બાઇક પરથી પડેલા વૃદ્ધનું મોત

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરા ગામે ભજનના પ્રાેગ્રામમાંથી પરત ફરતી વખતે સર્જાયાે અકસ્માત

રાજુલા તાલુકાના ચાંચબંદરમા રહેતા એક વૃધ્ધ તેના મિત્ર સાથે બાઇક પર ખેરા ગામે ભજનના કાર્યક્રમમાથી પરત ફરી રહ્યાં હતા ત્યારે ભુંડ આડુ પડતા બાઇક પડી જતા વૃધ્ધનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ.

બાઇક પરથી પડી જતા વૃધ્ધના માેતની આ ઘટના રાજુલાના ચાંચબંદરમા બની હતી. અહી રહેતા સાજણભાઇ ડાેસાભાઇ ચાૈહાણ (ઉ.વ.60) તેમના મિત્ર દામજીભાઇ જીવાભાઇ શિયાળ સાથે ખેરા ગામે ભજનના પ્રાેગ્રામમા ગયા હતા. બંને બાઇક નંબર જીજે 14 એએસ 8445 લઇને પરત ફરી રહ્યાં હતા. દામજીભાઇ બાઇક ચલાવી રહ્યાં હતા જયારે સાજણભાઇ પાછળ બેઠા હતા. બાઇક ચાંચબંદરમા વિજય હનુમાન ચાેક નજીક પહાેંચ્યુ ત્યારે રસ્તામા ભુંડ અાડુ પડતા બંને બાઇક પરથી ફંગાેળાઇ ગયા હતા. જેને પગલે સાજણભાઇને સારવાર માટે 108ની મદદથી મહુવા અને બાદમા ભાવનગર દવાખાને રીફર કરાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે માવજીભાઇ સાજણભાઇ ચાૈહાણે બાઇક ચાલક દામજીભાઇ સામે મરીન પીપાવાવ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. વધુ તપાસ પીઅેસઅાઇ ડી.અે.તુવર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...