તપાસ:ખાંભાના મોટા બારમણમાં ગાડું ખાળીયામાં પડતા યુવતીનું મોત

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેકટર પાછળ જોડેલ ગાડું હુકમાંથી નિકળી જતાં ઘટના બની
  • ​​​​​​​બે વ્યકિતને નાની મોટી ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા

ખાંભા તાલુકાના મોટા બારમણની સીમમા ટ્રેકટર પાછળ જોડેલ ગાડુ હુકમાથી નીકળી ખાળીયામા પડી જતા એક યુવતીનુ મોત નિપજયું હતુ. જયારે બે મહિલાને ઇજા પહોચતા સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી. ગાડુ ખાળીયામાં ખાબકતા યુવતીના મોતની આ ઘટના ખાંભા તાલુકાના મોટા બારમણની સીમમા બની હતી. અહી રહેતા મુળાભાઇ વાલાભાઇ પરમાર (ઉ.વ.45) નામના યુવાને ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે મારી પુત્રી ચંદ્રિકા તેમજ રીંકલ અને બે મજુર દક્ષાબેન અને જયાબેન એમ ચારેય ઘરેથી વાડીએ જવા નીકળ્યાં હતા.

રસ્તામાં આશીફભાઇ જેઠવા તેનુ ટ્રેકટર લઇ પાછળ ગાડુ જોડીને જઇ રહ્યાં હતા ત્યારે આ ચારેય વ્યકિત ગાડામા બેસી ગઇ હતી. ટ્રેકટર થોડે દુર પહોંચતા ઢાળમા ટ્રેકટરની પાછળ જોડેલ ગાડાનુ હુક નીકળી જતા ગાડુ ખાળીયામા ખાબકયુ હતુ. જેને પગલે ચંદ્રિકાબેનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખાંભા દવાખાને ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરને તેને મૃત જાહેર કર્યા હતા. જયારે બે વ્યકિતને ઇજા પહોંચી હતી. બનાવ અંગે પીએસઆઇ વાય.પી.ગોહિલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...