ઉમેદવારી ફોર્મ:અમરેલીની પાંચ વિધાનસભા બેઠક પર ફોર્મ ભરવાની મુદત પૂર્ણ, અંતિમ દિવસે ઉમેદવારી માટે ધસારો જોવા મળ્યો

અમરેલી3 મહિનો પહેલા

અમરેલી જિલ્લામા આજે મોટાભાગે અંતિમ દિવસ હોવાને કારણે ઉમેદવારી પત્ર રજૂ કરવા માટેના કાર્યક્રમ જોવા મળ્યા રેલીઓ સભાઓ સંબોધી તો ક્યાંક ધાર્મિક મંદિરોના દર્શન કરતા ઉમેદવારો જોવા મળ્યા હતા. વહેલી સવારથી દિવસભર શહેરોમાં ટ્રાફિક વચ્ચે રાજકીય પાર્ટીના લોકો દોડધામ કરતા જોવા મળ્યા હતા.

અમરેલી વિધાન સભા બેઠક ઉપર ભાજપના કૌશીક વેકરીયા દ્વારા ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા લોકો સાથે સભા સંબોધી ત્યારબાદ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. જેમાં ડો.ભરત કાનાબાર, પુર્વ ધારાસભ્ય બાવકુ ઊંધાડ સહિત નેતાઓ જોડાયા હતા તેની સામે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વિજય વિશ્વાસ સંમેલન યોજી બાઇક સાથે પતિ પત્ની સાથે ઉમેદવારી ફોર્મ રજૂ કરવા પહોંચ્યા હતા. જ્યારે આપ પાર્ટીના ઉમેદવાર રવી ધાનાણી સહિતની રાજકીય પાર્ટીઓ દ્વારા આજે ઉમેરવારી ફોર્મ ભર્યું છે.

98 રાજુલા-જાફરાબાદ-ખાંભા વિસ્તારમા સૌથી પહેલા આપ પાર્ટીના ઉમેદવાર ભરત બલદાણીયા દ્વારા ફોર્મ ભર્યું હતુ. ત્યારબાદ ભાજપના ઉમેદવાર હીરા સોલંકી સાધુ સંતોના આર્શીવાદ લઈ BAPS મંદિરના દર્શન કરી અને કેસરી નંદન મંદિરના દર્શન કર્યા બાદ જ્યાંથી ભાજપની રેલી સ્વરૂપે બાયપાસ સભા યોજી જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. અંતિમ સમયે 2 વાગ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેર દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યું છે જ્યારે અહીં ભાજપની સામે કોંગ્રેસ દ્વારા જંગી સભા સંબોધી શક્તિ પ્રદશન કરી આકરા પ્રહારો ભાજપ ઉપર કર્યા હતા.

સાવરકુંડલા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મહેશ કસવાળા દ્વારા આજે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અહીં સાથે 2 દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. આપ પાર્ટીના ભરત નાકરાણી દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે.

લાઠી બાબરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જનક તળાવીયા દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું. જેમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 2 દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમર દ્વારા ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે. આપ પાર્ટીના જયસુખ દેત્રોજા દ્વારા પણ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. ધારી વિધાન સભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કરતા પહેલા જનસભા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા હતા અને છેલ્લે કોંગ્રેસના ડો.ઉમેદવાર ડો.કીર્તિ બોરીસાગર દ્વારા ઉમેદવારી ફોર્મ કર્યું અને ચૂંટાયને પહેલા ધારાસભ્યનુ જે ભથ્થુ મળતું હશે તે હું આ વિસ્તારમાં દીકરીઓના શિક્ષણ માટે વાપરી જ્યારે ધારી વિસ્તારમાં આરોગ્ય ભવન બનાવીશ આ પ્રકારની જાહેરાત કરી છે. આપ પાર્ટીના ઉમેદવાર કાંતિ સતાસીયા દ્વાર પણ ભરી દેવાયુ છે કાંતિ સતાસીયા અગાવ ભાજપમાં હતા અને સારું એવું વર્ચસ્વ હોવાને કારણે ગમે તે એક રાજકીય ઉમેદવારની મુશ્કેલી વધારી શકે છે.

અન્ય સમાચારો પણ છે...