વ્યવસ્થા:પુત્રને મળવા લંડન ગયેલી માતાનું મોત થતા મૃતદેહ વતનમાં લવાશે

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીનાં સાંસદની રજુઆત બાદ 12 કલાકમાં જ મૃતદેહ લાવવાની મંજુરી મળી

ભાવનગરના એક મહિલા પોતાના પુત્રને મળવા લંડન ગયા હતા પરંતુ ત્યાં તેમનુ આકસ્મિક મોત થયુ હતુ. તેમના મૃતદેહને પરત વતનમા લાવવા તંત્રની મંજુરી મળતી ન હેાય અમરેલીના સાંસદની દરમિયાનગીરી બાદ આખરે મંજુરી મળી હતી. ભાવનગરના લાભુબેન જેરાજભાઇ સરવૈયાના પુત્ર કેતનભાઇ ઇંગ્લેન્ડમા લંડન ખાતે રહે છે. થોડા દિવસ પહેલા લાભુબેન પુત્રને મળવા માટે લંડન ગયા હતા. પરંતુ 23મી તારીખે તેમનુ ત્યાં અવસાન થયુ હતુ. કેતનભાઇએ માતાના મૃતદેહને પરત વતનમા લાવવા મંજુરીની પ્રક્રિયા શરૂ કરી હતી પરંતુ યુકેની વહિવટી પ્રક્રિયા ખુબ જ જટીલ હોવાથી આજદિન સુધી તેમને મંજુરી મળી ન હતી.

દરમિયાન કેતનભાઇના મિત્ર અને ધરાઇ હવેલીના મુખ્યાજી ધર્મેન્દ્રભાઇ જોષીએ આ મુદે સાંસદ નારણભાઇ કાછડીયાને દરમિયાનગીરી કરવા રજુઆત કરી હતી. સાંસદ કાછડીયાએ આ મુદે વિદેશ મંત્રી એસ.જયશંકરને તુરંત લેખિત રજુઆત કરી હતી. અને માત્ર 12 કલાકમા જ લાભુબેનના મૃતદેહને ઇંગ્લેન્ડથી ભારતમા લાવવા મંજુરી મળી ગઇ હતી. હવે તેમના મૃતદેહને ઇંગ્લેન્ડથી મુંબઇ હવાઇ માર્ગે અને મુંબઇથી ભાવનગર મોટર માર્ગે લાવવાની વ્યવસ્થા સરકાર કરશે.

અન્ય સમાચારો પણ છે...