તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ચા બનાવવા બાબતે માતાએ ઠપકો આપતા પુત્રીએ ઝેર પીધું

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાબરા તાલુકાના ચરખા ગામની ઘટના

બાબરા તાલુકાના ચરખા ગામની સીમમા રહી ખેતીકામ કરતા મજુર પરિવારની એક યુવતીને તેના માતાએ ચા બનાવવા મુદે ઠપકો આપતા તેને મનમા લાગી આવતા ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ.

પરિવાર અહીં ખેતમજુરી કરતો"તો, ફરિયાદ
યુવતીના આપઘાતની આ ઘટના બાબરાના ચરખા ગામની સીમમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત મુજબ અહી ધનજીભાઇ દુદાભાઇની વાડીએ મજુરીકામ કરતા દિલીપભાઇ રામસીંગભાઇ વસુનીયા તેમજ તેની પત્ની અને પુત્ર અને પુત્રી વાડીએ ખેતીકામ કરી રહ્યાં હતા. આ દરમિયાન શિવાનીબેન (ઉ.વ.18) નામની તેની પુત્રીને માતાએ ચા બનાવવાનુ કહ્યું હતુ. જો કે શિવાનીએ ચા બનાવવાની ના પાડતા તેની માતાએ ઠપકો આપ્યો હતો. જેથી સારૂ નહી લાગતા શિવાનીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે દિલીપભાઇ વસુનીયાએ બાબરા પોલીસ મથકમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...