ક્રાઇમ:રાજુલાના દાતરડીમાં દંપતિને મારમાર્યો

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજુલા તાલુકાના દાતરડી ગામે એક શખ્સે અહી જ રહેતા એક દંપતિને વગર કારણે ગાળો આપી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રાજુલાના દાતરડી ગામે રહેતા આતુભાઇ નાગજીભાઇ બાબરીયા (ઉ.વ.40) નામના યુવકે ડુંગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અહી રહેતા મનસુખ રાણાભાઇ પરમારે વગર કારણે ગાળો આપી બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત પત્નીને પણ સામાન્ય ઇજા પહોંચાડી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ વી.જી.ડાભી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...