વિવાદ:બાબરાના બળેલ પીપળિયામાં ત્રણ શખ્સે દંપતિને માર માર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા માણસામાં પતિએ પત્નીને મારમારી ધમકી આપી

બાબરાના બળેલ પીપળીયામા રહેતા અેક દંપતિને ત્રણ શખ્સાેઅે મુંઢમાર મારી ધમકી અાપતા અા બારામા તેણે બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. જયારે જાફરાબાદના માેટા માણસામા રહેતી અેક મહિલાને તેના પતિઅે મારમારી ધમકી અાપતા મામલાે પાેલીસ મથકે પહાેંચ્યાે હતાે.

દંપતિને મારમાર્યાની અા ઘટના બાબરાના બળેલ પીપળીયામા બની હતી. અહી રહેતા ભાવેશભાઇ મનુભાઇ બગથળીયા (ઉ.વ.40) નામના યુવકે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પત્ની ઘરની ડેલી પાસે રેઢીયાળ વાછરડીને તગેડી રહ્યાં હાેય તે દરમિયાન અહીથી પસાર થતા કમુબેન રામભાઇ તેમજ રામભાઇ અને મામૈયાભાઇઅે બાેલાચાલી કરી બંનેને મારમારી ગાળાે અાપી મારી નાખવાની ધમકી અાપી હતી.

બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેમ.ડી.રાઠાેડ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે. જયારે જાફરાબાદના માેટા માણસામા રહેતા રસીલાબેન દિપકભાઇ જાેગદીયા (ઉ.વ.25)નામના મહિલાઅે નાગેશ્રી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પતિ દિપકભાઇ તેમજ સસરા કાનાભાઇ, સાસુ જેઠીબેન વિગેરેઅે મેણાટાેણા મારી માનસિક દુખત્રાસ ગુજાર્યાે હતાે. તેમજ તેના પતિઅે મારમારી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અાર.અેન.વાઘેલા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...