વિવાદ:ઘર પાસે વીજપોલ ઉભો કરવાની ના પાડી દંપતી પર કુહાડીથી હુમલો

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલા તાલુકાના ધોબા ગામનો બનાવ
  • બે શખ્સે બોલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ આપી

સાવરકુંડલા તાલુકાના ઘોબામા ઘર પાસે વિજપોલ ઉભો કરવાની ના પાડી બે શખ્સોએ દંપતિ પર કુહાડી અને લાકડાના ધોકા વડે મારમારી ઇજા પહોંચાડતા આ બારામા વંડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.દંપતિ પર હુમલાની આ ઘટના સાવરકુંડલાના ઘોબામા બની હતી.

અહી રહેતા રેખાબેન ઘનશ્યામભાઇ રાઠોડ (ઉ.વ.50) નામના આધેડે વંડા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના મકાનની સામે વિજપોલ ઉભો કરવાનો હોય પરંતુ દિનેશગીરી શિવગીરી ગોસાઇ અને શિવગીરી એમ બંનેએ વિજપોલ ઉભો કરવાની ના પાડી ઘનશ્યામભાઇ પર કુહાડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ તેમને લાકડાના ધોકા વડે મારમારી ધમકી આપી હતી.

જયારે દિનેશગીરી શિવગીરી ગોસાઇએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે વિજપોલ ડેલીની સાઇડમા અથવા શેરીની સામેની સાઇડમા ઉભો કરવાનુ કહેતા ઘનશ્યામ મોહનભાઇ રાઠોડ અને સુરેશ ઘનશ્યામભાઇએ બોલાચાલી કરી કુહાડી અને લાકડી વડે મારમાર્યો હતો. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઇ પી.વી.પલાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...