ઇનકાર:દંપતિએ બે માેરની ડાેક મરડી નાખી શિકાર કર્યાે"તાે

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંનેને જામીન પર છાેડવા કાેર્ટનાે ઇનકાર

રાજુલા તાલુકાના ભચાદર ગામે ગઇકાલે વનતંત્રઅે માેરનાે શિકાર કરવા સબબ દંપતિની ધરપકડ કર્યા બાદ અદાલતે અાજે અા દંપતિને જામીન પર છાેડવા ઇનકાર કર્યાે હતાે. ભચાદરની સીમમા ચારણ વિસ્તારમાથી હરેશ ધીરૂ વાઘેલા અને તેની પત્ની જયાબેનને વનવિભાગે માેરના શિકાર સાથે ઝડપી લીધા હતા. બંને શખ્સાેઅે વનતંત્રને જણાવ્યું હતુ કે તેણે માેરને પકડી તેની ડાેક મરડી નાખી મારી નાખ્યાે હતાે. અને ત્યારબાદ દાતરડા વડે ડાેક કાપી નાખી પ્લાસ્ટિકની થેલીમા ભરી શિકાર પાેતાના ઘરે લઇ જતા હતા.

ઇન્ચાર્જ અારઅેફઅાે નિલેશ વેગડા અને તેની ટીમે ગઇકાલે જ બંનેની ધરપકડ કરી હતી. બંનેઅે માેરનાે નિર્દયી રીતે શિકાર કર્યાે હાેય વાઇલ્ડ લાઇફ અેકટની જુદીજુદી કલમ હેઠળ ગુનાે નાેંધાયાે હતાે. અાજે બંનેને અદાલતમા રજુ કરાતા તેમણે જામીન અરજી કરી હતી. પરંતુ સરકારી વકિલ ડી.બી.ગાંધીની દલીલ માન્ય રાખી અહીની અદાલતે તેમને જામીન પર છાેડવાનાે ઇનકાર કરી જેલમા ધકેલી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...