નિષ્ઠુર જનેતા:2 નવજાત શિશુના મૃતદેહ પુલ નીચે ફેંકી દીધા

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાફરાબાદમાં હૈયુ હચમચાવતી ઘટના : મૃતદેહ માેઢામાંથી લઇ કુતરા આમથી તેમ રખડતા હતા : અજાણી મહિલા સામે ગુનાે નાેંધાયાે

જાફરાબાદમા હૈયુ હચમચાવતી એક ઘટનામા કાેઇ નિષ્ઠુર જનેતાએ પાેતાના બે નવજાત મૃત પુત્રાેના મૃતદેહ અહીના જુના પુલ નીચે ફેંકી દેતા કુતરાઓએ આ મૃતદેહ ફાડી ખાધા હતા. બનાવની જાણ થતા સ્થાનિક પાેલીસ ઘટના સ્થળે દાેડી ગઇ હતી અને અજાણી મહિલા સામે ગુનાે નાેંધ્યાે હતાે.પાેતાના ખાેળામા દીકરાે રમતાે થાય તે માટે મહિલાઓ જાતજાતની બાધા, આખડી, માનતાઓ રાખેલ છે. પરંતુ જાફરાબાદમા એક કઠાેર કાળજાની જનેતાએ મમતા લજવે તેવુ કૃત્યુ આચર્યુ હતુ. કાેઇ મહિલાએ પાેતાના બે મૃત નવજાત પુત્રાેના મૃતદેહ રઝળતા ફેંકી દીધા હતા. અહી ખાડી પરના જુના પુલ અને મચ્છી માર્કેટ નજીક આવેલ વિસ્તારમા તેણે બંને બાળકાેના મૃતદેહને જાહેરમા જ ફેંકયા હતા.જેના પગલે કુતરાઓ આ મૃતદેહ માેઢામા લઇ રખડતા હતા અને આ મૃતદેહાેને ફાડી પણ ખાધા હતા.

લાેકાેને જાણ થતા કુતરાઓના માેમાથી મૃતદેહ છાેડાવી ઘટના અંગે પાેલીસને જાણ કરી હતી. જેથી સ્થાનિક જાફરાબાદ મરીન પાેલીસ અને ટાઉન પાેલીસે અહી દાેડી આવી બંને મૃતદેહને અહીની સરકારી હાેસ્પિટલમા પાેસ્ટમાેર્ટમ માટે ખસેડયા હતા. આ ઘટનાએ સમગ્ર જાફરાબાદ પંથકમા ચકચાર મચાવી હતી. જાફરાબાદમા ખારવા વાડ વિસ્તારમા રહેતા અને મચ્છીમારીનાે ધંધાે કરતા કમલેશભાઇ નારણભાઇ બાંભણીયાએ આ અંગે અજાણી મહિલા સામે જાફરાબાદ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. સ્થાનિક પાેલીસે બેજવાબદારીથી મૃતદેહ ફેંકનારા લાેકાેની શાેધખાેળ શરૂ કરી છે.

શું પાપ છુપાવવા જાહેરમાં ફેંકવામાં આવ્યા મૃતદેહ ?
સામાન્ય રીતે આવી ઘટનાઅાેમા માેટેભાગે પાપ છુપાવવા મૃતદેહનાે જાહેરમા નિકાલ કરી દેવાતાે હાેય છે. આ ઘટનામા પણ મહદઅંશે આવી શકયતા પાેલીસ જાેઇ રહી છે.

બંને નવજાતના મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયા
પોલીસે બંને નવજાત શિશુના વાલી વરસોને શોધવા તજવીજ હાથ ધરી આ અંગે કોઇને જાણ હોય તો પોલીસને માહિતી આપવા અનુરોધ કર્યો હતો. બંને નવજાત શિશુના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રખાયા હતાં.

જાેડીયા બાળકને અપાયાે હતાે જન્મ ?
આ ઘટનામા બંને મૃત નવજાત શિશુ અલગ અલગ મહિલાના નહી પરંતુ એક જ મહિલાના હાેવાનુ અને કાેઇ મહિલાએ જાેડીયા બાળકને જન્મ આપ્યાની દિશામા પણ પાેલીસ તપાસ કરી રહી છે.

કુતરા માેઢામાં મૃતદેહ લઇ રખડતા હતા
કમલેશભાઇ બાંભણીયાએ પાેલીસને જણાવ્યું હતુ કે બપાેરે અઢી વાગ્યે હું કામનાથ મંદિર પાસે ઉભાે હતાે ત્યારે એક કુતરાે માેઢામા મૃતદેહ લઇ આમથી તેમ રખડતાે હતાે. આ મૃતદેહ તેના માેમાથી છાેડાવી આસપાસમા તપાસ કરતા બીજા બાળકનાે મૃતદેહ પણ મળ્યાે હતાે.> કમલેશભાઇ, બાંભણિયા

અન્ય સમાચારો પણ છે...