કામગીરી:રાજુલામાં બગીચામાં ગેરકાયદેસર ઓફિસો બનાવનાર સામે પાલિકા કાર્યવાહી કરશે

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્ટર પ્લાનનું કામ ઝડપી કરવા કોન્ટ્રાકટરને નોટીસ: પાલિકા વિવિધ પ્રશ્નોનું નિરાકણ કરશે

રાજુલા નગરપાલિકા હવે એકશન મુડમાં આવી છે. શહેરમાં બગીચામાં કે જાહેર સ્થળે ગેરકાયદેસર ઓફિસો ખડકી દેના સામે નગરપાલિકા કાર્યવાહી કરશે. સાથે સાથે લોકોને ડોળા પાણીમાંથી છુટકારો મળે તે માટે પાલિકાએ ફિલ્ટર પ્લાનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા કોન્ટ્રાકટરને નોટીસ પાઠવી છે.રાજુલા પાલિકા પ્રમુખ સત્રજીતભાઈ ધાખડા, કિશોરભાઈ ધાખડા, રમજાનભાઈ કુરેશી, રમેશભાઈ કાતરીયાની બેઠક મળી હતી. જેમાં શહેરના પ્રાણ પ્રશ્નોનો નિરાકરણ કરવા અંગે ચર્ચા કરાઈ હતી. જેમાં વાવાઝોડા દરમિયાન ટાવરમાં નુકશાની થઈ હતી. તેનું સમારકામ કરવા નિર્ણય લેવાયો હતો.

ઉપરાંત બગીચા અને જાહેર સ્થળે ગેરકાયદેસર કબ્જો કરનાર સામે કાર્યવાહી કરવા પાલિકા પ્રમુખે અધિકારીઓને આદેશ કર્યા હતા.તેમજ શહેરમાં પીવા માટે ગંદા પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો આવી રહી છે. પણ રાજુલામાં લાંબા સમયથી ફિલ્ટર પ્લાનની કામગીરી ચાલી રહી છે. પરંતુ હજુ સુધી ફિલ્ટર પ્લાનના કોઈ ઠેકાણા નથી. ત્યારે રાજુલાવાસીઓને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે પાલિકાએ કોન્ટ્રાકટરને નોટીસ પાઠવી હતી.

શહેરને હરિયાળંુ બનાવવા વૃક્ષારોપણ કરાશે
રાજુલામાં વાવાઝોડા સમયે અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા. અહી ફરી વખત શહેરને હરિયાળુ બનાવવા માટે પાલિકા જુદાજુદા વિસ્તારમાં વૃક્ષારોપણ કરશે. અને શહેરને લીલું છમ બનાવવાનો પ્રયત્ન હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...