તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન:વાવાઝોડાની સહાય અને મોંઘવારી મુદ્દે કોંગ્રેસ ઉપવાસ આંદોલન કરશે

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાફરાબાદમાં ધારાસભ્યની આગેવાની હેઠળ મંગળવારે જન આંદોલનનું આયોજન

જાફરાબાદમાં વાવાઝોડાની સહાય અને વધતી મોંઘવારી મુદ્દે તાલુકા કોંગ્રેસ 13મીએ ઉપવાસ આંદોલન પર ઉતરશે. ધારાસભ્ય અમરીશ ડેરની આગેવાનીમાં જાફરાબાદના બગીચા ખાતે સરકાર અને વહીવટીતંત્ર સામે જન આંદોલન છેડવામાં આવશે. અને ખેડૂતોની ઉપસ્થિતિમાં મામલતદારને આવેદનપત્ર પાઠવાશે. જાફરાબાદ પંથકમાં વાવાઝોડાની સહાયમાં અનેક વિસંગતતા જોવા મળે છે.

આ ઉપરાંત અરજદારોના ફોર્મ મંજૂર થવા છતાં પણ તેમના બેંક ખાતામાં સહાય મળી નથી. તેમજ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં અરજદારોએ ભરેલા ફોર્મ ગુમ થયાની ફરિયાદો ઉઠી રહી છે. આવા સમયે જાફરાબાદમાં વાવાઝોડા પીડિતોનો રી સર્વે કરી સહાય ચુકવવા તાલુકા કોંગ્રેસ જન આંદોલન હાથ ધરશે.

તેમજ જાફરાબાદના ગામડાઓમાં વાવાઝોડાના બે માસ બાદ પણ ખેતીવાડીનો વીજ પુરવઠો શરૂ થયો નથી. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના વધતા ભાવ મુદ્દે તાલુકા કોંગ્રેસ મામલતદાર ઓફિસની બાજુમાં આવેલ બગીચામાં 13 જુલાઈના રોજ ઉપવાસ આંદોલન હાથ ધરશે. મોટી સંખ્યામાં વાવાઝોડા પીડિતો સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ઉપવાસ આંદોલનમાં ધારાસભ્ય અમરીશ ડેરની સાથે ટીકુભાઈ વરૂ અને પ્રવીણભાઈ બારૈયા સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાશે.

અન્ય સમાચારો પણ છે...