તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:અનુકંપા ટ્રસ્ટે 15 દિવસમાં 500 પરિવારને રાશન કીટ પહોંચાડી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 વ્યક્તિના પરિવારને 15 દિવસ ચાલે તેટલું રાશન અપાયું

અમરેલીમાં કોરોના મહામારીના કારણે છેલ્લા સવા વર્ષથી સર્જાયેલ પરિસ્થિતિમાં અનેક લોકોએ પોતાના ધંધા-રોજગાર ગુમાવ્યા છે. આવા લોકોને કોઈની પાસે મદદ માટે હાથ લાંબા કરવા ન પડે તે માટે અનુકંપા ટ્રસ્ટે 15 દિવસમાં 500 પરિવારોને રાશન કીટ પહોંચાડી હતી.

અમરેલીમાં કોરોનાની પ્રથમ વેવની જેમ જ ડો. ભરતભાઇ કાનાબાર અને પી.પી. સોજીત્રા દ્વારા બીજી વેવમાં પણ લોકોની મદદ માટે સેવાયજ્ઞ શરૂ કર્યો છે. અનુકંપા ટ્રસ્ટના સહયોગથી 15 દિવસમાં 500 પરિવાર સુધી 4 વ્યક્તિના પરિવારમાં 15 દિવસ સુધી ચાલે તેટલું રાશન પહોંચાડવામાં આવ્યું હતું. ગુરૂવારના દિવસે સમર્થ વ્યાયામ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી એમ.કે. સાવલીયા અને શિક્ષણવીદ બિપિનભાઇ જોષીના વરદ હસ્તે રાશન કીટ વિતરણ કરાઈ હતી.

આ તકે અનુકંપા ફાઉન્ડેશનની ટીમના ચેતનભાઇ રાવળ, નયનભાઇ બેદી, કમલેશભાઇ ગરાણીયા, માધુભાઇ આજગીયા, વિપુલભાઇ ભટ્ટી, હરેશભાઇ સાદરાણી, યોગેશભાઇ કોટેચા, જયેશભાઇ ટાંક, દિપકભાઇ વઘાસીયા, રાજુભાઇ કામદાર અને ભાર્ગવભાઇ કારીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...