તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલૉક:બંધ કરવામાં આવેલું જનસેવા કેન્દ્ર સંપૂર્ણ સ્ટાફ સાથે ફરી શરૂ

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં કોરોના મહામારીમાં
  • કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે

અમરેલી જિલ્લામાં કોરોના ના કારણે બંધ કરવામાં આવેલ જનસેવા કેન્દ્રો અને ઈ-ધરા કેન્દ્ર ફરી શરૂ કરવામાં આવ્યા છે. આજથી જિલ્લાની તમામ કચેરીઓમાં પણ 100 ટકા સ્ટાફ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. બંધ પડેલા કેન્દ્રો ફરી શરૂ કરાયા છે પણ લોકો અને સ્ટાફે કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

કોરોનાની બીજી લહેરમાં સંક્રમણને અટકાવવા માટે અમરેલી જિલ્લાના તમામ જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્ર વહીવટીતંત્રએ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમજ સરકારની સુચના મુજબ કચેરીઓમાં 50 ટકા સ્ટાફ કાર્યરત કરાયો હતો. પણ હવે જનજીવન ફરી પૂર્વવત થઇ રહ્યું છે. તેવા સમયે અમરેલી જિલ્લાના તમામ કોરોના કાળમાં બંધ કરવામાં આવેલ જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્ર ફરી કાર્યરત થયા છે. તેમજ જિલ્લામાં સરકારી કચેરી અને ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ કાર્યરત થયો છે અને જિલ્લા વહીવટી તંત્રએ કચેરીઓ અને જોનસેવા અને ઈ-ધરા કેન્દ્ર પર કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે આદેશ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...