તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની બેદરકારી:દામનગર શહેરમાં 130 વર્ષ જૂની સરકારી મિલકતો બની અસામાજિક તત્વોનો અડ્ડો

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
તંત્રની બેદરકારીથી કરોડોની બિલ્ડીંગ ખંડેર અવસ્થામાં . - Divya Bhaskar
તંત્રની બેદરકારીથી કરોડોની બિલ્ડીંગ ખંડેર અવસ્થામાં .
 • જાળવણીના અભાવે અનેક મકાનોમાં બારી, બારણાં તૂટેલ હાલતમાં

દામનગર માં આવેલી 130 વર્ષ જૂની સરકારી મિલકતો જર્જરીત થઈ ગઈ છે. અહીં તંત્રની જાળવણીના અભાવે સરકારી મિલકતો અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગઈ છે. અનેક મકાનોમાં બારી બારણા તૂટી ગયા છે.દામનગરમાં 1889માં ગાયકવાડ સરકારે રૂપિયા 25897ના ખર્ચે વહીવટદારની કચેરીનું નિર્માણ કર્યું હતું.

અહીં 131 વર્ષ પહેલા આ કચેરીમાં પ્રાંત મહાળના અને ન્યાયિક પ્રક્રિયાની કામગીરી થતી હતી. તેમજ આઝાદી બાદ પણ ઘણી સરકારી કચેરીઓ કાર્યરત હતી. પરંતુ સમય આંતરે કચેરીઓ સ્થળાંતર થઈ હતી. હાલ 131 વર્ષ જૂની સરકારી મિલકતો ખંઢેર હાલતમાં જોવા મળે છે.તેમજ સરકારી મિલકતમાંથી બારી બારણા તૂટી ગયા છે. તો બીજી તરફ અહીં કોઈ દેખરેખના હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. ત્યારે તંત્ર જૂની સરકારી મિલકતોની જાળવણીમાં નિષ્ફળ નિવડયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો