તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • The City Of Bagasara Will Be Completely Closed From 3 Pm Tomorrow, Corona's Case Is Being Decided By The Chamber Of Commerce

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક લોકડાઉન:આવતી કાલે બગસરા શહેર બપોરે 3 વાગ્યાથી સંપૂર્ણ બંધ રહેશે, કોરોનાના કેસ વધતા ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા નિર્ણય લેવાયો

અમરેલી5 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં કોરોના કેસ વધતા ગામડા બાદ આજે પ્રથમ બગસરા શહેરના લોકો સ્વૈચ્છિક આગળ આવ્યા છે. આજે બગસરા શહેરના વેપારી ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા બેઠક બોલાવી હતી અને લોકોએ સ્વૈચ્છિક મહત્વનો નિર્ણય કર્યો છે. આવતી કાલથી સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે અને બપોર બાદ સમગ્ર બગસરા શહેર બંધ રહેશે.

આજની વેપારીઓની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છે. લોકો સ્વૈચ્છિક આગળ આવી રહ્યા છે. અને આવતી કાલથી 30 તારીખ સુધી આ પ્રકારે બપોર બાદ લોક ડાઉન રહેશે. કોરોના સંક્રમણ વધતા બગસરા શહેરના ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ સંસ્થા પણ જોડાય હતી. અને શહેરના તમામ મંડળોએ આજે મહત્વનો નિર્ણય લીધો છે.

અત્યારે સંક્રમણ વધી રહ્યું છે ટેકેદારી રાખવી જરૂરી છે - ચેમ્બર ઓફ કોમર્સ, પ્રમુખ

બગસરા શહેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશ રાણીંગાએ કહ્યું છે કોરોના સંક્રમણ વધે છે અને સ્થિતિ ગંભીર બની રહી છે. તેને લઇને આજે બધા મંડળોએ બેઠક કરી અને સ્વૈચ્છિક લોકડાઉન રાખેલ છે. અને બધાને અપીલ કરી છે બપોરે 3 વાગ્યા પછી કોઈએ દુકાન ખોલવી નહીં. તેમજ 30 તારીખ સુધી આ બંધ રહેશે.

બગસરાના મુંજીયાસર ગામ સાત દિવસ બંધ રહેશે

આજે બગસરાના મુંજીયાસર ગ્રામ પંચાયત દ્વારા તારીખ 9 થી 15 તારીખ સુધી સંપૂર્ણ ગામ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોવિડની સ્થિતિને લઇને ગામમાં લોકડાઉન જાહેર કર્યું છે. ગામના દરેક સ્થળે બહાર બેસવા પર પ્રતિબંધ છે. તથા પાનબીડી, ઠંડાપીણાની દુકાનો ખુલશે તો રૂ. 5000 નો દંડ ફટકારશે. માસ્ક વગર અને બે થી વધુ લોકો એકઠા થશે તો રૂ. 500 નો દંડ ફટકારશે. અને શાકભાજી અને કરીયાણાની દુકાનો સવારે 7 થી 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તેવી ગામના સરપંચે જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો