તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • The City Of Bagasara Remained Closed In Protest Of Love Jihad, Organizations Including Vishwa Hindu Parishad, RSS Joined The Strike.

રોષ:લવજેહાદના વિરોધમાં બગસરા શહેર સજ્જડ બંધ રહ્યું, વિશ્વ હિન્દુ પરિષદ, RSS સહિતના સંગઠનો બંધમાં જોડાયા

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંધના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો

અમરેલી જિલ્લાના બગસરા શહરેમાં વિધર્મી યુવાન એક યુવતી સાથે ભાગી ગયો હોય શહેરીજનોમાં રોષ ફેલાયો છે. વારંવાર બનતી આ પ્રકારની ઘટનાને લઇ બગસરા શહેરના હિન્દૂ સંગઠનોમાં રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે. ફરીવાર આ યુવતી ને ભગાડી જનાર વિધર્મી સામે લોકરોષ જોવા મળી રહ્યો છે.

શહેરના વેપારી વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,વેપારી એસોસિએશન સહિતના સંગઠન દ્વારા શહેરના ચોકમાં બોર્ડ લગાવી બંધ રાખવા માટે અપીલ કરી હતી. આ પ્રકારની અપીલ બાદ આજે સમગ્ર શહેરના વેપારી બંધમાં જોડાયા હતા. વિજય ચોક,શાકમાર્કેટ વિસ્તાર,મુખ્ય બજાર સહીત બગસરા શહેર આજે સજ્જડ બંધમાં જોડાય વિરોધ દર્શાવ્યો છે. આ ઘટનાને લઇ બગસરા શહેરમાં કાયદો વ્યવસ્થા જોખમાય નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

દીકરી જલ્દી પરત ફરે તે માટે પ્રયાસો ચાલુ છે- મહેશભાઈ વ્યાસબગસરા આર.એસ.એસના કાર્યકર મહેશભાઈ વ્યાસે કહ્યું હતું કે, તમામ સંસ્થાએ બગસરા શહેરમાં બંધને સમર્થન આપ્યું હતું. જે સફળ રહ્યું છે. દીકરી જલ્દી પરત ફરે તે માટે પ્રયાસો ચાલુ છે.

બગસરા શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા અપાયેલા બંધના એલાનના પગલે આજે અમરેલી પોલીસ એલર્ટ બની હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...