તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:બાળકોએ મંત્રોચ્ચાર સાથે માતા - પિતાનું પુજન કર્યું, યોગવેદાન્ત સેવા સમિતિ દ્વારા આયોજન

અમરેલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલીમાં ગજેરાપરા ખાતે બાલમુકુંદ હોલમાં યોગવેદાન્ત સેવા સમિતિની માતૃ - પિતૃ પુજન દિવસની ઉજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ મંત્રોચ્ચાર સાથે માતા - પિતાનું પુજન કર્યું હતું. અહીંના કાર્યક્રમમાં ભાવ વિભોર થયાના દ્રશ્ય સર્જાયા હતા. ભારતભરમાં વેલેન્ટાઈન ડે જેવા તહેવારોના વધી રહેલ પ્રચલનના કારણે યુવાધનમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ કે પરંપરા ભુલાઈ રહી છે. ત્યારે નાના ભૂલકાઓને અત્યારથી જ પ્રાચીન સંસ્કૃતિની સમજણ મળી રહે તે માટે માતૃ - પિતૃ પુજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અમરેલીમાં યોગવેદાન્ત સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતૃ - પિતૃ પુજન દિવસની આ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં બાળકોએ માતા-પિતાને તિલક કરી, કુલમાળા પહેરાવી,પ્રદક્ષિણા કરી અને આરતી ઉપરાંત મંત્રોચ્ચાર સાથે પુજન કર્યું હતું. આ દરમિયાન બાળકો અને માતા - પિતા વચ્ચે ભાવુકતા જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો